2 કાળવૃતાંત ૨૪:૪
એ પછી એમ થયું કે યોઆશે ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવાનું નક્કી કર્યું.2 કાળવૃતાંત ૨૪:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 24:4
- After this, Joash intended to restore the LORD’s house.
- हिन्दी — 2 इतिहास २४:४
- इसके बाद योआश के मन में यहोवा के भवन की मरम्मत करने की इच्छा उपजी।
સંદર્ભમાં
૨યોઆશે યહોયાદા યાજકના દિવસોમાં ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
૩યહોયાદાએ બે સ્ત્રીઓ સાથે તેના લગ્ન કરાવ્યાં અને તેને દીકરા તથા દીકરીઓ થયાં.
૪એ પછી એમ થયું કે યોઆશે ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવાનું નક્કી કર્યું.
૫તેણે યાજકોને તથા લેવીઓને ભેગા કરીને તેઓને કહ્યું, “યહૂદિયાના નગરોમાં જાઓ. અને સર્વ ઇઝરાયલીઓ પાસેથી તમારા પ્રભુ, ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવા માટે નાણાં ઉઘરાવી લાવો. આ કામ કાળજી રાખીને ઉતાવળથી કરજો.” તોપણ લેવીઓએ તે ઉતાવળથી કર્યું નહિ.
૬તેથી રાજાએ પ્રમુખ યાજક યહોયાદાને બોલાવીને કહ્યું, “સાક્ષ્યમંડપને માટે ઈશ્વરના સેવક મૂસાએ તથા ઇઝરાયલી લોકોએ ઠરાવેલો ફાળો યહૂદિયામાંથી તથા યરુશાલેમમાંથી ઉઘરાવવાને તેં લેવીઓને શા માટે ફરમાવ્યું નહિ?”
