2 કાળવૃતાંત ૩૦:૧૧
જો કે આશેર, મનાશ્શા અને ઝબુલોનમાંથી થોડા માણસો નમ્ર થઈને યરુશાલેમમાં આવ્યા.2 કાળવૃતાંત ૩૦:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 30:11
- Nevertheless some men of Asher, Manasseh, and Zebulun humbled themselves and came to Jerusalem.
- हिन्दी — 2 इतिहास ३०:११
- तो भी आशेर, मनश्शे और जबूलून में से कुछ लोग दीन होकर यरूशलेम को आए।
સંદર્ભમાં
૯જો તમે ખરા અંત:કરણથી ઈશ્વર તરફ પાછા વળશો તો તમારા ભાઈઓ અને તમારા પુત્રો તેમને પકડીને લઈ જનારાની નજરમાં કૃપા પામશે. તેઓ પાછા આ દેશમાં આવી શકશે, કારણ, તમારો ઈશ્વર કૃપાળુ અને દયાળુ છે. તમે જો તેના તરફ પાછા ફરશો તો તેઓ તમારાથી કદી મુખ નહિ ફેરવે.”
૧૦સંદેશાવાહકો એફ્રાઇમ અને મનાશ્શા તેમ જ છેક ઝબુલોન સુધી નગરેનગર ફરી વળ્યા, પણ લોકોએ તેઓની હાંસી ઉડાવી તેમ જ તેઓને હસી કાઢ્યાં.
૧૧જો કે આશેર, મનાશ્શા અને ઝબુલોનમાંથી થોડા માણસો નમ્ર થઈને યરુશાલેમમાં આવ્યા.
૧૨ઈશ્વરના વચન દ્વારા રાજાની તથા આગેવાનોની આજ્ઞા પ્રમાણે કરવાને ઈશ્વરે યહૂદિયાના લોકોને એક હૃદયના કર્યા હતા.
૧૩બેખમીરી રોટલીનું પર્વ પાળવા માટે બીજા મહિનામાં મોટો લોકસમુદાય યરુશાલેમમાં એકત્ર થયો.
