2 કાળવૃતાંત ૩૬:૧૬
પણ તેઓએ ઈશ્વરના સંદેશવાહકોની મશ્કરી કરી, તેના વચનોની ઉપેક્ષા કરી અને પ્રબોધકોને હસી કાઢ્યાં, તેથી ઈશ્વરને તેના લોકો પર એટલો બધો રોષ ચઢ્યો કે આખરે કોઈ જ ઉપાય રહ્યો નહિ.2 કાળવૃતાંત ૩૬:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 36:16
- but they mocked the messengers of God, despised his words, and scoffed at his prophets, until the LORD’s wrath arose against his people, until there was no remedy.
- हिन्दी — 2 इतिहास ३६:१६
- परन्तु वे परमेश्वर के दूतों को उपहास में उड़ाते, उसके वचनों को तुच्छ जानते, और उसके नबियों की हँसी करते थे। अतः यहोवा अपनी प्रजा पर ऐसा झुँझला उठा, कि बचने का कोई उपाय न रहा। (प्रेरि. 13:41)
સંદર્ભમાં
૧૪તે ઉપરાંત યાજકોના સર્વ આગેવાનો અને લોકોએ પણ બીજા લોકોની જેમ ધિક્કારપાત્ર કાર્યો કરીને પાપ કર્યું. તેઓએ યરુશાલેમમાં આવેલા ઈશ્વરે પવિત્ર કરેલા સભાસ્થાનને ભ્રષ્ટ કર્યું.
૧૫તેઓના પિતૃઓના ઈશ્વરે વારંવાર પોતાના પ્રબોધકો મોકલીને તેઓની મારફતે તેઓને ચેતવણી આપી, કારણ કે પોતાના લોકો પર અને પોતાના નિવાસ પર તેને દયા આવતી હતી.
૧૬પણ તેઓએ ઈશ્વરના સંદેશવાહકોની મશ્કરી કરી, તેના વચનોની ઉપેક્ષા કરી અને પ્રબોધકોને હસી કાઢ્યાં, તેથી ઈશ્વરને તેના લોકો પર એટલો બધો રોષ ચઢ્યો કે આખરે કોઈ જ ઉપાય રહ્યો નહિ.
૧૭તેથી ઈશ્વરે ખાલદીઓના રાજાને તેમના ઉપર ચઢાઈ કરવા મોકલ્યો. તેણે પવિત્રસ્થાનમાં તેઓના જુવાન માણસોને મારી નાખ્યા. તેણે યુવાન, યુવતી, વૃદ્ધ કે પ્રૌઢ કોઈનાં પર દયા રાખી નહિ. ઈશ્વરે તેઓ સર્વને તેના હાથમાં સોંપી દીધાં.
૧૮ઈશ્વરના સભાસ્થાનની નાનીમોટી બધી જ સામગ્રી તથા તેના ખજાના અને રાજા તેમ જ તેના અધિકારીઓનાં ખજાના, એ બધું તે બાબિલમાં લઈ ગયો.
