2 કાળવૃતાંત ૩૬:૨૨
હવે યર્મિયા પ્રબોધક દ્વારા આપવામાં આવેલ યહોવાહનું વચન પૂર્ણ થાય માટે ઇરાનના રાજા કોરેશના પહેલા વર્ષમાં ઈશ્વરે કોરેશને પ્રેરણા કરી. કોરેશને થયેલી ઈશ્વરીય પ્રેરણા પ્રમાણે તેણે લિખિત જાહેરાત કરાવી કે,2 કાળવૃતાંત ૩૬:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 36:22
- Now in the first year of Cyrus king of Persia, that the LORD’s word by the mouth of Jeremiah might be accomplished, the LORD stirred up the spirit of Cyrus king of Persia, so that he made a proclamation throughout all his kingdom, and put it also in writing, saying,
- हिन्दी — 2 इतिहास ३६:२२
- फारस के राजा कुस्रू के पहले वर्ष में यहोवा ने उसके मन को उभारा कि जो वचन यिर्मयाह के मुँह से निकला था, वह पूरा हो। इसलिए उसने अपने समस्त राज्य में यह प्रचार करवाया, और इस आशय की चिट्ठियाँ लिखवाईं:
સંદર્ભમાં
૨૦જે લોકો તલવારની ધારથી બચી ગયા હતા, તે લોકોને તે બાબિલ લઈ ગયો. ઇરાનના રાજયના અમલ સુધી તેઓ તેના તથા તેના વંશજોના ગુલામ થઈને રહ્યા.
૨૧આ રીતે યર્મિયાના મુખથી બોલાયેલું ઈશ્વરનું વચન પૂરું થાય માટે દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી એટલે કે સિત્તેર વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો, તેટલાં સમય સુધી દેશે વિશ્રામ પાળ્યો!
૨૨હવે યર્મિયા પ્રબોધક દ્વારા આપવામાં આવેલ યહોવાહનું વચન પૂર્ણ થાય માટે ઇરાનના રાજા કોરેશના પહેલા વર્ષમાં ઈશ્વરે કોરેશને પ્રેરણા કરી. કોરેશને થયેલી ઈશ્વરીય પ્રેરણા પ્રમાણે તેણે લિખિત જાહેરાત કરાવી કે,
૨૩“ઇરાનનો રાજા કોરેશ એમ કહે છે કે, આકાશના ઈશ્વર પ્રભુએ મને પૃથ્વીના સર્વ રાજયો આપ્યાં છે. યહૂદિયામાં આવેલા યરુશાલેમમાં સભાસ્થાન બાંધવાની તેમણે મને આજ્ઞા આપી છે, તેમના લોકમાંનો જે કોઈ તમારામાં હોય, તે ત્યાં જાય. તેમના ઈશ્વર પ્રભુ તેમની સાથે હોજો.”
