2 કાળવૃતાંત ૩૬:૩
મિસરના રાજાએ તેને યરુશાલેમમાં પદભ્રષ્ટ કર્યો. અને દેશ ઉપર સો તાલંત ચાંદીનો 3,400 કિલોગ્રામ ચાંદી અને એક તાલંત સોનાનો 34 કિલોગ્રામ સોનું કર ઝીંક્યો. એ રીતે દેશને દંડ કર્યો.2 કાળવૃતાંત ૩૬:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 36:3
- The king of Egypt removed him from office at Jerusalem, and fined the land one hundred talents of silver and a talent of gold.
- हिन्दी — 2 इतिहास ३६:३
- तब मिस्र के राजा ने उसको यरूशलेम में राजगद्दी से उतार दिया, और देश पर सौ किक्कार चाँदी और किक्कार भर सोना जुर्माने में दण्ड लगाया।
સંદર્ભમાં
૧પછી દેશના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ યરુશાલેમમાં રાજા તરીકે પસંદ કર્યો.
૨યોઆહાઝ જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર ત્રેવીસ વર્ષની હતી અને તેણે યરુશાલેમમાં માત્ર ત્રણ મહિના સુધી રાજ કર્યુ.
૩મિસરના રાજાએ તેને યરુશાલેમમાં પદભ્રષ્ટ કર્યો. અને દેશ ઉપર સો તાલંત ચાંદીનો 3,400 કિલોગ્રામ ચાંદી અને એક તાલંત સોનાનો 34 કિલોગ્રામ સોનું કર ઝીંક્યો. એ રીતે દેશને દંડ કર્યો.
૪મિસરના રાજા નકોએ તેના ભાઈ એલ્યાકીમને યહૂદિયાનો તથા યરુશાલેમનો રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પછી તે એલ્યાકીમના ભાઈ યોઆહાઝને મિસર લઈ ગયો.
૫યહોયાકીમ રાજા બન્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ સુધી રાજય કર્યુ. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું.
