2 કાળવૃતાંત ૮:૩
સુલેમાને હમાથ-સોબા પર હુમલો કર્યો અને તેને હરાવ્યું.2 કાળવૃતાંત ૮:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 8:3
- Solomon went to Hamath Zobah, and prevailed against it.
- हिन्दी — 2 इतिहास ८:३
- तब सुलैमान सोबा के हमात को जाकर, उस पर जयवन्त हुआ।
સંદર્ભમાં
૧સુલેમાનને ઈશ્વરનું સભાસ્થાન અને પોતાનો રાજમહેલ બાંધતા વીસ વર્ષ લાગ્યા હતા,
૨રાજા હીરામે સુલેમાનને જે નગરો આપ્યાં હતાં, તે નગરોને સુલેમાને ફરી બાંધ્યાં અને તેણે ઇઝરાયલના લોકોને ત્યાં વસાવ્યા.
૩સુલેમાને હમાથ-સોબા પર હુમલો કર્યો અને તેને હરાવ્યું.
૪તેણે અરણ્યમાં આવેલા તાદમોરને ફરીથી બાંધ્યું અને હમાથમાં ભંડારના સર્વ નગરો બાંધ્યા.
૫વળી તેણે ઉપલું બેથ-હોરોન અને નીચલું બેથ-હોરોન પણ બાંધ્યાં અને તેણે સઘળાં નગરોને કોટ, દરવાજા અને સળિયાથી કિલ્લાબંધ કર્યું.
