કરિંથીઓને બીજો પત્ર ૧૩:૩
કારણ કે ખ્રિસ્ત મારા દ્વારા બોલે છે તેનું પ્રમાણ તમે માગો છો; તે તમારા તરફ નિર્બળ નથી, પણ તેને બદલે તે તમારામાં સામર્થ્યવાન છે.કરિંથીઓને બીજો પત્ર ૧૩:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Corinthians 13:3
- seeing that you seek a proof of Christ who speaks in me who is not weak, but is powerful in you.
- हिन्दी — 2 कुरिन्थियों १३:३
- तुम तो इसका प्रमाण चाहते हो, कि मसीह मुझ में बोलता है, जो तुम्हारे लिये निर्बल नहीं; परन्तु तुम में सामर्थी है।
સંદર્ભમાં
૧આ ત્રીજી વાર હું તમારી પાસે આવું છું. બે કે ત્રણ સાક્ષીઓની સાબિતીઓથી દરેક વાત સ્પષ્ટ કરાશે.
૨મેં અગાઉ કહ્યું છે અને બીજી વાર હાજર હતો ત્યારે જેમ કહ્યું તેમ હું હમણાં ગેરહાજર હોવા છતાં, અત્યાર સુધી પાપ કરનારાઓને તથા બીજા સર્વને અગાઉથી કહું છું કે, હું આવીશ તો દયા રાખીશ નહિ.
૩કારણ કે ખ્રિસ્ત મારા દ્વારા બોલે છે તેનું પ્રમાણ તમે માગો છો; તે તમારા તરફ નિર્બળ નથી, પણ તેને બદલે તે તમારામાં સામર્થ્યવાન છે.
૪જો નિર્બળતામાં તેઓને વધસ્તંભે જડવામાં આવ્યાં છતાંપણ તેઓ ઈશ્વરના સામર્થ્યથી જીવંત છે. અમે પણ તેમનાંમાં નિર્બળ છીએ છતાંપણ તમારે સારુ ઈશ્વરના સામર્થ્ય વડે અમે તેમની સાથે જીવીશું.
૫પોતાને તપાસી જુઓ કે તમે વિશ્વાસમાં છો કે નહિ. પોતાને ચકાસો. શું તમે જાણતા નથી કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે? તમારામાં છે, પણ જો તમે માન્ય થયા નથી તો નથી.
