કરિંથીઓને બીજો પત્ર ૧૩:૬
મારી એવી આશા પણ છે કે તમે જાણશો કે અમે નાપસંદ નથી.કરિંથીઓને બીજો પત્ર ૧૩:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Corinthians 13:6
- But I hope that you will know that we aren’t disqualified.
- हिन्दी — 2 कुरिन्थियों १३:६
- पर मेरी आशा है, कि तुम जान लोगे, कि हम निकम्मे नहीं।
સંદર્ભમાં
૪જો નિર્બળતામાં તેઓને વધસ્તંભે જડવામાં આવ્યાં છતાંપણ તેઓ ઈશ્વરના સામર્થ્યથી જીવંત છે. અમે પણ તેમનાંમાં નિર્બળ છીએ છતાંપણ તમારે સારુ ઈશ્વરના સામર્થ્ય વડે અમે તેમની સાથે જીવીશું.
૫પોતાને તપાસી જુઓ કે તમે વિશ્વાસમાં છો કે નહિ. પોતાને ચકાસો. શું તમે જાણતા નથી કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે? તમારામાં છે, પણ જો તમે માન્ય થયા નથી તો નથી.
૬મારી એવી આશા પણ છે કે તમે જાણશો કે અમે નાપસંદ નથી.
૭હવે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે, તમે કંઈ ખરાબ કામ ન કરો, અમે સફળ દેખાઈએ એ માટે નહિ પણ એ માટે કે જો અમે અસફળ જેવા હોઈએ, તોપણ તમે સાચું જ કરો.
૮કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી પણ સત્યનાં સમર્થન માટે કરીએ છીએ.
