કરિંથીઓને બીજો પત્ર ૭:૨
અમારો અંગીકાર કરો; અમે કોઈને અન્યાય કર્યો નથી; કોઈનું બગાડ્યું નથી, કોઈને છેતર્યા નથી.કરિંથીઓને બીજો પત્ર ૭:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Corinthians 7:2
- Open your hearts to us. We wronged no one. We corrupted no one. We took advantage of no one.
- हिन्दी — 2 कुरिन्थियों ७:२
- हमें अपने हृदय में जगह दो: हमने न किसी से अन्याय किया, न किसी को बिगाड़ा, और न किसी को ठगा।
સંદર્ભમાં
૧તે માટે, વહાલાંઓ, આપણને એવાં આશાવચનો મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ અશુદ્ધતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનો ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરીએ.
૨અમારો અંગીકાર કરો; અમે કોઈને અન્યાય કર્યો નથી; કોઈનું બગાડ્યું નથી, કોઈને છેતર્યા નથી.
૩હું તમને દોષિત ઠરાવવાંને બોલતો નથી; કેમ કે મેં પહેલેથી જ કહ્યું છે કે, તમે અમારાં હૃદયોમાં એવા વસ્યા છો કે આપણે સાથે મળીને મરવાને અને જીવવાને તૈયાર છીએ.
૪તમારી સાથે વાત કરવામાં હું બહુ ખુલાસીને બોલું છું, મને તમારે વિષે બહુ ગૌરવ છે, હું દિલાસાથી ભરપૂર થયો છું, અમારી સર્વ વિપત્તિમાં હું આનંદથી ઝૂમી ઊઠું છું.
