2 રાજાઓ ૧:૮
તેઓએ કહ્યું, “તે માણસનાં શરીરે વાળ હતા અને તેની કમરે ચામડાનો પટ્ટો બાંધેલો હતો.” રાજાએ કહ્યું, “તે તો નિશ્ચે તિશ્બી એલિયા છે.”2 રાજાઓ ૧:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 1:8
- They answered him, “He was a hairy man, and wearing a leather belt around his waist.” He said, “It’s Elijah the Tishbite.”
- हिन्दी — 2 राजाओं १:८
- उन्होंने उसको उत्तर दिया, “वह तो रोंआर मनुष्य था और अपनी कमर में चमड़े का फेंटा बाँधे हुए था।” उसने कहा, “वह तिशबी एलिय्याह होगा।” (मत्ती 3:4, मर. 1:6)
સંદર્ભમાં
૬તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા આવ્યો અને તેણે અમને કહ્યું કે, ‘જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો કે, “યહોવાહ એવું કહે છે કે, ‘શું ઇઝરાયલમાં કોઈ ઈશ્વર નથી કે, તું એક્રોનના દેવ બઆલ-ઝબૂબને સલાહ પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ, પણ તું નિશ્ચે મરણ પામશે.’”
૭અહાઝયાહએ તેના સંદેશાવાહકોને પૂછ્યું, “જે માણસ તમને મળવા આવ્યો અને જેણે તમને આ વચનો કહ્યાં તે કેવા પ્રકારનો માણસ હતો?”
૮તેઓએ કહ્યું, “તે માણસનાં શરીરે વાળ હતા અને તેની કમરે ચામડાનો પટ્ટો બાંધેલો હતો.” રાજાએ કહ્યું, “તે તો નિશ્ચે તિશ્બી એલિયા છે.”
૯પછી રાજાએ સરદારને પચાસ સૈનિકો સાથે એલિયા પાસે મોકલ્યો. તે સરદાર ત્યાં પહોંચ્યો ત્યારે તેણે એલિયાને પર્વતના શિખરે બેઠેલો જોયો. સરદારે તેને કહ્યું કે, “હે ઈશ્વરભક્ત, રાજાએ કહ્યું છે કે, તું નીચે ઊતર.’
૧૦એલિયાએ કહ્યું, “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તને તથા તારા પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખો.” તેથી આકાશમાંથી અગ્નિએ ઊતરીને સરદારને તથા તેના પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખ્યા.
