2 રાજાઓ ૧૧:૨૦
તેથી દેશના સર્વ લોકોએ આનંદ કર્યો અને નગરમાં શાંતિ થઈ. તેઓએ અથાલ્યાને રાજમહેલમાં તલવારથી મારી નાખી.2 રાજાઓ ૧૧:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 11:20
- So all the people of the land rejoiced, and the city was quiet. They had slain Athaliah with the sword at the king’s house.
- हिन्दी — 2 राजाओं ११:२०
- तब सब लोग आनन्दित हुए, और नगर में शान्ति हुई। अतल्याह तो राजभवन के पास तलवार से मार डाली गई थी।
સંદર્ભમાં
૧૮પછી દેશના બધા લોકો બઆલના મંદિરે ગયા અને તેને તોડી નાખ્યું. તેઓએ તેની વેદીઓ તથા મૂર્તિઓના ટુકડે ટુકડાં કરી નાખ્યા. બઆલના યાજક માત્તાનને વેદીઓ આગળ મારી નાખ્યો. પછી યાજકે યહોવાહના સભાસ્થાનનું રક્ષણ કરવા માટે ચોકીદારો નીમ્યા.
૧૯યહોયાદાએ કારીઓના શતાધિપતિઓને, નાયકને, ચોકીદારોને તથા દેશના બધા લોકોને સાથે લીધા. તેઓ રાજાને યહોવાહના સભાસ્થાનમાંથી લઈને ચોકીદારોના દરવાજે થઈને રાજમહેલમાં આવ્યા. અને યોઆશને રાજાના સિંહાસન પર બેસાડયો.
૨૦તેથી દેશના સર્વ લોકોએ આનંદ કર્યો અને નગરમાં શાંતિ થઈ. તેઓએ અથાલ્યાને રાજમહેલમાં તલવારથી મારી નાખી.
૨૧યોઆશ જયારે રાજ કરવા આવ્યો ત્યારે તે માત્ર સાત વર્ષનો હતો.
