2 રાજાઓ ૧૧:૪
સાતમે વર્ષે યહોયાદાએ સંદેશાવાહકો મોકલીને કારીઓના નાયકોના સરદારોના શતાધિપતિઓને તથા રક્ષકોને યહોવાહના ઘરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે યહોવાહના ઘરમાં તેઓની સાથે કરાર કર્યો અને સમ ખવડાવ્યા. પછી તેણે તેઓને રાજાનો દીકરો બતાવ્યો.2 રાજાઓ ૧૧:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 11:4
- In the seventh year Jehoiada sent and fetched the captains over hundreds of the Carites and of the guard, and brought them to him into the LORD’s house; and he made a covenant with them, and made a covenant with them in the LORD’s house, and showed them the king’s son.
- हिन्दी — 2 राजाओं ११:४
- सातवें वर्ष में यहोयादा ने अंगरक्षकों और पहरुओं के शतपतियों को बुला भेजा, और उनको यहोवा के भवन में अपने पास ले आया; और उनसे वाचा बाँधी और यहोवा के भवन में उनको शपथ खिलाकर, उनको राजपुत्र दिखाया।
સંદર્ભમાં
૨પણ યોરામ રાજાની દીકરી તથા અહાઝયાહની બહેન યહોશેબાએ અહાઝયાહના એક દીકરા યોઆશને રાજાના જે દીકરાઓ માર્યા ગયા હતા તેઓ મધ્યેથી લઈને તેને તથા તેની દાસીને શયનખંડમાં પૂરી દીધાં. તેઓએ તેને અથાલ્યાથી સંતાડ્યો કે જેથી તે તેને મારી નાખે નહિ.
૩તે યહોશેબાની સાથે છ વર્ષ સુધી યહોવાહના ઘરમાં સંતાઈ રહ્યો તે દરમિયાન અથાલ્યા દેશ પર રાજ કરતી રહી.
૪સાતમે વર્ષે યહોયાદાએ સંદેશાવાહકો મોકલીને કારીઓના નાયકોના સરદારોના શતાધિપતિઓને તથા રક્ષકોને યહોવાહના ઘરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે યહોવાહના ઘરમાં તેઓની સાથે કરાર કર્યો અને સમ ખવડાવ્યા. પછી તેણે તેઓને રાજાનો દીકરો બતાવ્યો.
૫તેણે તેઓને આજ્ઞા કરીને કહ્યું, “આ કામ તમારે કરવું. તમે જે વિશ્રામવારે અંદર આવો, તેઓમાંના ત્રીજા ભાગના લોકોએ રાજાના મહેલની ચોકી કરવી,
૬ત્રીજા ભાગના લોકો સૂરના દરવાજે અને બાકીના ત્રીજા ભાગના લોકો સલામતી રક્ષકોની પાછળ દરવાજે રહે.”
