2 રાજાઓ ૧૩:૬
તેમ છતાં યરોબામના કુટુંબનાં પાપો જે તેણે ઇઝરાયલ પાસે કરાવ્યાં હતાં તે તેમણે છોડયાં નહિ, પણ તેઓ તે પાપમાં જ ચાલ્યા. સમરુનમાં અશેરાની મૂર્તિ પણ હતી.2 રાજાઓ ૧૩:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 13:6
- Nevertheless they didn’t depart from the sins of the house of Jeroboam, with which he made Israel to sin, but walked in them; and the Asherah also remained in Samaria.)
- हिन्दी — 2 राजाओं १३:६
- तो भी वे ऐसे पापों से न फिरे, जैसे यारोबाम के घराने ने किया, और जिनके अनुसार उसने इस्राएल से पाप कराए थे: परन्तु उनमें चलते रहे, और सामरिया में अशेरा भी खड़ी रही।
સંદર્ભમાં
૪માટે યહોઆહાઝે યહોવાહને પ્રાર્થના કરી અને યહોવાહે તેની પ્રાર્થના સાંભળી, કેમ કે અરામનો રાજા ઇઝરાયલના લોકો પર જુલમ કરતો હતો, તે તેમણે જોયું હતું.
૫માટે યહોવાહે તેના હાથમાંથી ઇઝરાયલને એક મુક્તિ અપાવનાર આપ્યો. અને તેઓ અરામીઓના હાથમાંથી મુક્ત થયા. પછી ઇઝરાયલીઓ અગાઉની જેમ પોતપોતાનાં ઘરોમાં રહેવા લાગ્યા.
૬તેમ છતાં યરોબામના કુટુંબનાં પાપો જે તેણે ઇઝરાયલ પાસે કરાવ્યાં હતાં તે તેમણે છોડયાં નહિ, પણ તેઓ તે પાપમાં જ ચાલ્યા. સમરુનમાં અશેરાની મૂર્તિ પણ હતી.
૭અરામીઓએ યહોઆહાઝ પાસે પચાસ ઘોડેસવાર, દસ રથો તથા દસ હજાર સૈનિકો સિવાય બીજું કંઈ રહેવા દીધું નહિ. કેમ કે અરામના રાજાએ તેઓનો નાશ કરીને ખળીના ભૂસા જેવા કરી નાખ્યા હતા.
૮યહોઆહાઝના બીજાં કાર્યો અને જે બધું તેણે કર્યું તે, તેનું પરાક્રમ, તે બધું ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
