2 રાજાઓ ૧૪:૪
તો પણ ઉચ્ચસ્થાનો દૂર કરાયા ન હતાં. લોકો હજુ પણ ઉચ્ચસ્થાનોમાં યજ્ઞો કરતા અને ધૂપ બાળતા હતા.2 રાજાઓ ૧૪:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 14:4
- However the high places were not taken away. The people still sacrificed and burned incense in the high places.
- हिन्दी — 2 राजाओं १४:४
- उसके दिनों में ऊँचे स्थान गिराए न गए; लोग तब भी उन पर बलि चढ़ाते, और धूप जलाते रहे।
સંદર્ભમાં
૨તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યહોઆદ્દીન હતું. તે યરુશાલેમની હતી.
૩અમાસ્યાએ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તો પણ તેનાં કૃત્યો તેના પૂર્વ દાઉદની જેવા ન હતાં. તેણે તેના પિતા યોઆશે જે કર્યું હતું તેવું જ બધું જ કર્યું.
૪તો પણ ઉચ્ચસ્થાનો દૂર કરાયા ન હતાં. લોકો હજુ પણ ઉચ્ચસ્થાનોમાં યજ્ઞો કરતા અને ધૂપ બાળતા હતા.
૫એવું બન્યું કે, જેવું તેનું રાજય સ્થાપ્યું કે, તરત જ તેણે પોતાના પિતાનું ખૂન કરનારા ચાકરોને મારી નાખ્યા.
૬પણ મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, મારી નાખનારાઓના દીકરાઓને તેણે મારી નાખ્યા નહિ. યહોવાહે આજ્ઞા કરી હતી, “સંતાનોને લીધે પિતાઓ માર્યાં જાય નહિ, તેમ જ પિતાઓને લીધે સંતાનો માર્યાં જાય નહિ. પણ દરેક વ્યક્તિ પોતાના પાપને લીધે જ માર્યો જાય.
