2 રાજાઓ ૧૭:૧૯
યહૂદિયાએ પણ પોતાના ઈશ્વર યહોવાહની આજ્ઞાઓ પાળી નહિ, પણ ઇઝરાયલના બનાવેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા.2 રાજાઓ ૧૭:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 17:19
- Also Judah didn’t keep the commandments of the LORD their God, but walked in the statutes of Israel which they made.
- हिन्दी — 2 राजाओं १७:१९
- यहूदा ने भी अपने परमेश्वर यहोवा की आज्ञाएँ न मानीं, वरन् जो विधियाँ इस्राएल ने चलाई थीं, उन पर चलने लगे।
સંદર્ભમાં
૧૭તેઓએ પોતાના દીકરા અને દીકરીઓનાં બલિદાન અગ્નિમાં દહનીયાપર્ણની માફક આપ્યાં હતાં. તેઓ શકુનવિદ્યા અને તંત્રમંત્રનો ઉપયોગ કરતા હતા. યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કરવા માટે પોતાને વેચીને યહોવાહને ગુસ્સે કર્યા હતા.
૧૮તે માટે યહોવાહે અતિશય કોપાયમાન થઈને ઇઝરાયલને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. ફક્ત યહૂદિયાના કુળ સિવાય બીજું કોઈ ત્યાં રહ્યું નહિ.
૧૯યહૂદિયાએ પણ પોતાના ઈશ્વર યહોવાહની આજ્ઞાઓ પાળી નહિ, પણ ઇઝરાયલના બનાવેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા.
૨૦તેથી યહોવાહે ઇઝરાયલના બધા વંશજોનો ત્યાગ કર્યો, તેઓના પર દુઃખ લાવ્યા, તેઓને લૂંટારાઓના હાથમાં સોંપી દીધા અને તેમને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા.
૨૧જયારે યહોવાહે ઇઝરાયલીઓને દાઉદના કુળમાંથી વિભાજિત કરીને છૂટા પાડ્યા, ત્યારે તેઓએ નબાટના દીકરા યરોબામને રાજા બનાવ્યો. યરોબામે ઇઝરાયલ પાસે યહોવાહનો ત્યાગ કરાવીને મોટું પાપ કરાવ્યું.
