2 રાજાઓ ૧૭:૨૫
ત્યાં તેઓના વસવાટની શરૂઆતમાં એવું બન્યું કે તેઓએ યહોવાહની આરાધના કરી ન હતી. તેથી યહોવાહે તેઓની મધ્યે સિંહ મોકલ્યા. સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા.2 રાજાઓ ૧૭:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 17:25
- So it was, at the beginning of their dwelling there, that they didn’t fear the LORD. Therefore the LORD sent lions among them, which killed some of them.
- हिन्दी — 2 राजाओं १७:२५
- जब वे वहाँ पहले-पहले रहने लगे, तब यहोवा का भय न मानते थे, इस कारण यहोवा ने उनके बीच सिंह भेजे, जो उनको मार डालने लगे।
સંદર્ભમાં
૨૩માટે યહોવાહે તેઓના બધા સેવક પ્રબોધકો દ્વારા જે કહ્યું હતું તે પ્રમાણે ઇઝરાયલને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. એમ ઇઝરાયલને તેઓના પોતાના દેશમાંથી આશ્શૂરમાં લઈ જવામાં આવ્યા, આજ સુધી તેઓ ત્યાં જ છે.
૨૪આશ્શૂરના રાજાએ બાબિલ, કુથા, આવ્વા, હમાથ તથા સફાર્વાઈમમાંથી લોકોને લાવીને ઇઝરાયલી લોકોની જગ્યાએ સમરુનનાં નગરોમાં વસાવ્યા. આથી તેઓએ સમરુનનો કબજો લીધો. અને તેઓ તેનાં નગરોમાં રહ્યા.
૨૫ત્યાં તેઓના વસવાટની શરૂઆતમાં એવું બન્યું કે તેઓએ યહોવાહની આરાધના કરી ન હતી. તેથી યહોવાહે તેઓની મધ્યે સિંહ મોકલ્યા. સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા.
૨૬માટે તેઓએ આશ્શૂરના રાજાને કહેવડાવ્યું કે, “જે પ્રજાઓને લઈ જઈને તમે સમરુનના નગરોમાં વસાવી છે, તેઓ તે દેશના દેવના વિધિઓ જાણતા નથી. આથી તેઓએ તેઓની વચ્ચે સિંહો મોકલ્યા છે, જુઓ સિંહો લોકોને મારી નાખે છે, કેમ કે, એ લોકો તે દેશના દેવના વિધિઓ જાણતા ન હતા.”
૨૭ત્યારે આશ્શૂરના રાજાએ આજ્ઞા કરી કે, “જે યાજકો તમે ત્યાંથી લાવ્યા હતા તેઓમાંથી એકને ત્યાં લઈ જાઓ, જેથી તેઓ ત્યાં જઈને રહે અને તેઓને તે દેશના દેવની રીત શીખવે.”
