2 રાજાઓ ૧૭:૩૩
તેઓ યહોવાહનું ભય રાખતા હતા અને જે દેશમાંથી તેઓને લઈ આવવામાં આવ્યા તેઓના વિધિ પ્રમાણે પોતાના દેવોની પણ પૂજા કરતા હતા.2 રાજાઓ ૧૭:૩૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 17:33
- They feared the LORD, and also served their own gods, after the ways of the nations from among whom they had been carried away.
- हिन्दी — 2 राजाओं १७:३३
- वे यहोवा का भय मानते तो थे, परन्तु उन जातियों की रीति पर, जिनके बीच से वे निकाले गए थे, अपने-अपने देवताओं की भी उपासना करते रहे।
સંદર્ભમાં
૩૧આવ્વીના લોકોએ નિબ્હાઝ અને તાંર્તાક નામે મૂર્તિ બનાવી, સફાર્વીઓએ પોતાના બાળકનું સફાર્વાઈમના દેવ આદ્રામ્મેલેખ અને અનામ્મેલેખની આગળ દહનીયાપર્ણ કર્યું.
૩૨એમ તેઓ યહોવાહનું ભય રાખતા હતા, તેઓ પોતાનામાંથી ઉચ્ચસ્થાનોના યાજક નિયુકત કરતા, જે તેઓના માટે ઉચ્ચસ્થાનોના સભાસ્થાનોમાં યજ્ઞ કરતા.
૩૩તેઓ યહોવાહનું ભય રાખતા હતા અને જે દેશમાંથી તેઓને લઈ આવવામાં આવ્યા તેઓના વિધિ પ્રમાણે પોતાના દેવોની પણ પૂજા કરતા હતા.
૩૪આજ દિવસ સુધી તે લોકો આ જ રીત પ્રમાણે કરે છે. તેઓ યહોવાહનું ભય રાખતા નથી, કે તેઓ પોતાના વિધિઓ, હુકમો, નિયમ તથા આજ્ઞાઓ યહોવાહે યાકૂબના લોકોને આપ્યાં તે પ્રમાણે તેઓ વર્તતા નથી. જેનું નામ તેમણે ઇઝરાયલ પાડ્યું તે પ્રમાણે તેઓ વર્તતા નથી.
૩૫યહોવાહે તેઓની સાથે કરાર કર્યો હતો અને તેઓને આજ્ઞા આપી હતી, “તમારે બીજા દેવોનો ડર રાખવો નહિ, તેઓને નમવું નહિ, તેમની પૂજા કરવી નહિ, તેમને યજ્ઞો કરવા નહિ.
