2 રાજાઓ ૧૭:૮
અને જે પ્રજાઓને યહોવાહે કાઢી મૂકી હતી તે પ્રજાઓના વિધિઓ પ્રમાણે તથા ઇઝરાયલના રાજાઓએ કરેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા.2 રાજાઓ ૧૭:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 17:8
- and walked in the statutes of the nations whom the LORD cast out from before the children of Israel, and of the kings of Israel, which they made.
- हिन्दी — 2 राजाओं १७:८
- और जिन जातियों को यहोवा ने इस्राएलियों के सामने से देश से निकाला था, उनकी रीति पर, और अपने राजाओं की चलाई हुई रीतियों पर चलते थे।
સંદર્ભમાં
૬હોશિયાને કારકિર્દીને નવમે વર્ષે આશ્શૂરના રાજાએ સમરુન જીતી લીધું, તે આશ્શૂરમાં ઇઝરાયલીઓને લઈ આવ્યો. તેણે તેમને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓના નગરમાં રાખ્યા.
૭આમ થવાનું કારણ એ હતું કે, ઇઝરાયલના લોકોએ તેઓને મિસરના રાજા ફારુનના હાથ નીચેથી છોડાવી મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર પોતાના ઈશ્વર યહોવાહ વિરુદ્ધ પાપ કર્યું હતું. લોકોએ બીજા દેવોની સેવા કરી હતી.
૮અને જે પ્રજાઓને યહોવાહે કાઢી મૂકી હતી તે પ્રજાઓના વિધિઓ પ્રમાણે તથા ઇઝરાયલના રાજાઓએ કરેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા.
૯ઇઝરાયલી લોકોએ ઈશ્વર યહોવાહની વિરુદ્ધ જે સારા ન હતાં તેવાં કામ ગુપ્ત રીતે કર્યાં. તેઓએ પોતાનાં બધાં નગરોમાં, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી ઉચ્ચસ્થાનો બાંધ્યાં.
૧૦તેઓએ દરેક ઉચ્ચસ્થાન પર અને લીલાં વૃક્ષ નીચે સ્તંભો અને અશેરીમ મૂર્તિઓ ઊભી કરી હતી.
