2 રાજાઓ ૧૮:૨૭
પણ રાબશાકેહે તેઓને કહ્યું, “શું મારા માલિકે આ વાતો તારા માલિકને અને તને કહેવા માટે મોકલ્યા છે? જેઓ આ દીવાલ પર બેઠેલા છે, જેઓ તમારી સાથે પોતાની વિષ્ટા ખાવાને તથા મૂત્ર પીવા નિર્માણ થયેલા છે તેઓને કહેવાને મને મોકલ્યો નથી?”2 રાજાઓ ૧૮:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 18:27
- But Rabshakeh said to them, “Has my master sent me to your master and to you, to speak these words? Hasn’t he sent me to the men who sit on the wall, to eat their own dung, and to drink their own urine with you?”
- हिन्दी — 2 राजाओं १८:२७
- रबशाके ने उनसे कहा, “क्या मेरे स्वामी ने मुझे तुम्हारे स्वामी ही के, या तुम्हारे ही पास ये बातें कहने को भेजा है? क्या उसने मुझे उन लोगों के पास नहीं भेजा, जो शहरपनाह पर बैठे हैं, ताकि तुम्हारे संग उनको भी अपना मल खाना और अपना मूत्र पीना पड़े?”
સંદર્ભમાં
૨૫શું હું યહોવાહ વિના આ જગ્યા સામે યુદ્ધ કરીને તેનો નાશ કરવા ચઢી આવ્યો છું? યહોવાહે મને કહ્યું છે કે, “તું આ દેશ પર ચઢાઈ કરીને તેનો નાશ કર.’”
૨૬હિલ્કિયાના દીકરા એલિયાકીમ, શેબ્ના અને યોઆહે રાબશાકેહને કહ્યું, “કૃપા કરીને તારા સેવકોની સાથે અરામી ભાષામાં બોલ, કે અમે તે સમજી શકીએ. અમારી સાથે હિબ્રૂ ભાષામાં ના બોલીશ. જેઓ દિવાલ પર છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદિયાની ભાષામાં બોલીશ નહિ.”
૨૭પણ રાબશાકેહે તેઓને કહ્યું, “શું મારા માલિકે આ વાતો તારા માલિકને અને તને કહેવા માટે મોકલ્યા છે? જેઓ આ દીવાલ પર બેઠેલા છે, જેઓ તમારી સાથે પોતાની વિષ્ટા ખાવાને તથા મૂત્ર પીવા નિર્માણ થયેલા છે તેઓને કહેવાને મને મોકલ્યો નથી?”
૨૮પછી રાબશાકેહે ઊભા થઈને મોટા અવાજે પોકારીને યહૂદિયાની ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનું વચન સાંભળો.
૨૯રાજા કહે છે, “હિઝકિયાથી છેતરાશો નહિ, તે તમને મારા હાથમાંથી બચાવી શકશે નહિ.
