2 રાજાઓ ૨:૧૬
તેઓએ એલિશાને કહ્યું, “હવે જો, તારા દાસોની સાથે પચાસ મજબૂત માણસો છે. અમને જવા દે, કે અમે જઈને તારા ગુરુની શોધ કરીને જોઈએ, કદાચ ઈશ્વરના આત્માએ એલિયાને ઉઠાવીને કોઈ પર્વત પર કે ખીણમાં રાખ્યો હોય.” એલિશાએ કહ્યું, “ના, તેઓને મોકલશો નહિ.”2 રાજાઓ ૨:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 2:16
- They said to him, “See now, there are with your servants fifty strong men. Please let them go and seek your master. Perhaps the LORD’s Spirit has taken him up, and put him on some mountain or into some valley.” He said, “Don’t send them.”
- हिन्दी — 2 राजाओं २:१६
- तब उन्होंने उससे कहा, “सुन, तेरे दासों के पास पचास बलवान पुरुष हैं, वे जाकर तेरे स्वामी को ढूँढ़ें, सम्भव है कि क्या जाने यहोवा के आत्मा ने उसको उठाकर किसी पहाड़ पर या किसी तराई में डाल दिया हो।” उसने कहा, “मत भेजो।”
સંદર્ભમાં
૧૪એલિયાનો ઝભ્ભો જે તેની પાસેથી પડ્યો તે લઈને એલિશાએ પાણી પર મારીને કહ્યું, “એલિયાના ઈશ્વર યહોવાહ કયાં છે?” જયારે તેણે પાણી પર માર્યું ત્યારે તે પાણી બે ભાગમાં વહેંચાય ગયાં અને એલિશા નદીની પાર ગયો.
૧૫જયારે યરીખોના પ્રબોધકોના દીકરાઓ તેની સામે ઊભેલા હતા તેઓએ તેને જોયો અને કહ્યું, “એલિયાનો આત્મા એલિશા પર ઊતરેલો છે!” માટે તેઓ તેને મળવા આવ્યા અને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
૧૬તેઓએ એલિશાને કહ્યું, “હવે જો, તારા દાસોની સાથે પચાસ મજબૂત માણસો છે. અમને જવા દે, કે અમે જઈને તારા ગુરુની શોધ કરીને જોઈએ, કદાચ ઈશ્વરના આત્માએ એલિયાને ઉઠાવીને કોઈ પર્વત પર કે ખીણમાં રાખ્યો હોય.” એલિશાએ કહ્યું, “ના, તેઓને મોકલશો નહિ.”
૧૭પણ જયાં સુધી એલિશા શરમાઈ ગયો ત્યાં સુધી તેઓએ તેને આગ્રહ કર્યો, તેણે કહ્યું, તેઓને મોકલો.” પછી તેઓએ પચાસ માણસો મોકલ્યા, તેઓએ ત્રણ દિવસ સુધી શોધ કરી પણ તે મળ્યો નહિ.
૧૮તે યરીખોમાં હતો, તે દરમિયાન તેઓ તેની પાસે પાછા આવ્યા. તેણે તેઓને કહ્યું, “શું મેં તમને નહોતું કહ્યું કે, જશો નહિ?”
