2 રાજાઓ ૨૦:૧૯
હિઝકિયાએ યશાયાને કહ્યું, “તું યહોવાહનું વચન જે બોલ્યો તે સારું છે.” કેમ કે તેણે વિચાર્યું કે, “હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સત્યતા કાયમ રહેશે”2 રાજાઓ ૨૦:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 20:19
- Then Hezekiah said to Isaiah, “The LORD’s word which you have spoken is good.” He said moreover, “Isn’t it so, if peace and truth will be in my days?”
- हिन्दी — 2 राजाओं २०:१९
- तब हिजकिय्याह ने यशायाह से कहा, “यहोवा का वचन जो तूने कहा है, वह भला ही है;” क्योंकि उसने सोचा, “यदि मेरे दिनों में शान्ति और सच्चाई बनी रहेंगी? तो क्या यह भला नहीं है?”
સંદર્ભમાં
૧૭‘જો, એવા દિવસો આવી રહ્યા છે કે જયારે તારા મહેલમાં જે બધું છે તેનો, તારા પિતૃઓએ આજ સુધી જે કંઈ સંગ્રહ કર્યો છે તે બધું જ, બાબિલમાં લઈ જવામાં આવશે. કશું જ બાકી રહેશે નહિ એવું યહોવાહ કહે છે.
૧૮અને તારા દીકરા જે તારાથી ઉત્પન્ન થશે, જેઓ તારા વંશજો થશે, તેઓને તેઓ લઈ જશે; તેઓને બાબિલના રાજાના મહેલમાં નોકરો તરીકે રાખવામાં આવશે.’”
૧૯હિઝકિયાએ યશાયાને કહ્યું, “તું યહોવાહનું વચન જે બોલ્યો તે સારું છે.” કેમ કે તેણે વિચાર્યું કે, “હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સત્યતા કાયમ રહેશે”
૨૦હિઝકિયાનાં બીજાં કાર્યો, તેનું બધું પરાક્રમ, તે જે તળાવ તથા ગરનાળું બનાવી નગરમાં પાણી લાવ્યો, તે બધું યહૂદિયાના રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
૨૧હિઝકિયા તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો, પછી તેનો દીકરો મનાશ્શા તેની જગ્યાએ રાજા બન્યો.
