2 રાજાઓ ૨૦:૭
યશાયાએ કહ્યું, “અંજીરનું ચકતું લો;” તેઓએ તે પ્રમાણે કર્યું અને તેને તેના ગૂમડા પર લગાવ્યું અને તે સાજો થઈ ગયો.2 રાજાઓ ૨૦:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 20:7
- Isaiah said, “Take a cake of figs.” They took and laid it on the boil, and he recovered.
- हिन्दी — 2 राजाओं २०:७
- तब यशायाह ने कहा, “अंजीरों की एक टिकिया लो।” जब उन्होंने उसे लेकर फोड़े पर बाँधा, तब वह चंगा हो गया।
સંદર્ભમાં
૫“તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝકિયાને કહે કે, ‘તારા પિતૃ દાઉદના ઈશ્વર યહોવાહ એવું કહે છે: “મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને ત્રીજા દિવસે સાજો કરીશ અને તું યહોવાહના ઘરમાં જશે.
૬હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ, તને તથા આ નગરને હું આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ. મારા પોતાના માટે અને મારા સેવક દાઉદના માટે હું આ નગરનું રક્ષણ કરીશ.”
૭યશાયાએ કહ્યું, “અંજીરનું ચકતું લો;” તેઓએ તે પ્રમાણે કર્યું અને તેને તેના ગૂમડા પર લગાવ્યું અને તે સાજો થઈ ગયો.
૮પછી હિઝકિયાએ યશાયાને પૂછ્યું, “યહોવાહ મને સાજો કરશે અને હું ત્રીજા દિવસે યહોવાહના ઘરમાં જઈશ, તેનું ચિહ્ન શું?”
૯યશાયાએ કહ્યું, “યહોવાહે જે વચન કહ્યું છે તે પૂરું કરશે, તેનું ચિહ્ન આ છે. છાંયડો દસ અંશ આગળ જાય કે, દસ અંશ પાછળ જાય?”
