2 રાજાઓ ૨૧:૧૦
ત્યારે યહોવાહે પોતાના સેવક પ્રબોધકો મારફતે કહ્યું,2 રાજાઓ ૨૧:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 21:10
- The LORD spoke by his servants the prophets, saying,
- हिन्दी — 2 राजाओं २१:१०
- इसलिए यहोवा ने अपने दास भविष्यद्वक्ताओं के द्वारा कहा,
સંદર્ભમાં
૮જે બધી આજ્ઞા મેં ઇઝરાયલીઓને આપી છે, જે નિયમશાસ્ત્ર મેં મારા સેવક મૂસા દ્વારા તેમને આપ્યું છે તે જો તેઓ કાળજીથી પાળશે તો જે દેશ મેં તેઓના પિતૃઓને આપ્યો છે, તેમાંથી તેઓના પગને હું હવે પછી કદી ડગવા દઈશ નહિ.
૯પણ તે લોકોએ સાંભળ્યું નહિ, યહોવાહે જે પ્રજાઓનો ઇઝરાયલી લોકો આગળ નાશ કર્યો હતો, તેઓની પાસે મનાશ્શાએ વધારે ખરાબ કામ કરાવ્યાં.
૧૦ત્યારે યહોવાહે પોતાના સેવક પ્રબોધકો મારફતે કહ્યું,
૧૧“યહૂદિયાના રાજા મનાશ્શાએ આ ધિક્કારપાત્ર કાર્યો કર્યાં છે, તેની અગાઉ અમોરીઓએ કર્યું હતું, તેના કરતાં પણ વધારે ખરાબ આચરણ કર્યાં છે. યહૂદિયા પાસે પણ તેઓની મૂર્તિઓ વડે પાપ કરાવ્યું છે.
૧૨તે માટે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે, “જુઓ, હું યરુશાલેમ અને યહૂદિયા પર એવી આફત લાવીશ કે જે કોઈ તે સાંભળશે તેના કાન ઝણઝણી ઊઠશે.
