2 રાજાઓ ૨૧:૨૦
તેણે તેના પિતા મનાશ્શાની જેમ યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.2 રાજાઓ ૨૧:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 21:20
- He did that which was evil in the LORD’s sight, as Manasseh his father did.
- हिन्दी — 2 राजाओं २१:२०
- और उसने अपने पिता मनश्शे के समान वह किया, जो यहोवा की दृष्टि में बुरा है।
સંદર્ભમાં
૧૮મનાશ્શા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, પોતાના ઘરના બગીચામાં એટલે ઉઝઝાના બગીચામાં તેને દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો આમોન રાજા બન્યો.
૧૯આમોન રાજ કરવા લાગ્યો, ત્યારે તે બાવીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં બે વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ મશુલ્લેમેથ હતું, તે યોટબાના હારુસની દીકરી હતી.
૨૦તેણે તેના પિતા મનાશ્શાની જેમ યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.
૨૧આમોન જે માર્ગે તેનો પિતા ચાલ્યો હતો, તે માર્ગે તે ચાલ્યો અને તેના પિતાએ જેમ મૂર્તિઓની પૂજા કરી તેમ તેણે પણ કરી, તેઓની ભક્તિ કરી.
૨૨તેણે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાહનો ત્યાગ કર્યો અને યહોવાહના માર્ગોમાં ચાલ્યો નહિ.
