2 રાજાઓ ૨૨:૧૫
તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ એમ કહે છે, “તમને મારી પાસે મોકલનાર માણસને કહો કે,2 રાજાઓ ૨૨:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 22:15
- She said to them, “The LORD the God of Israel says, ‘Tell the man who sent you to me,
- हिन्दी — 2 राजाओं २२:१५
- उसने उनसे कहा, “इस्राएल का परमेश्वर यहोवा यह कहता है, कि जिस पुरुष ने तुम को मेरे पास भेजा, उससे यह कहो,
સંદર્ભમાં
૧૩“જાઓ અને આ મળેલાં પુસ્તકનાં વચનો વિષે મારા માટે, મારા લોકો માટે અને યહૂદિયા માટે યહોવાહને પૂછો. કેમ કે, આપણા વિષે જે બધું તે પુસ્તકમાં લખેલું છે તે પાળવા માટે આ પુસ્તકનાં વચનને આપણા પિતૃઓએ સાંભળ્યું નથી, તે કારણથી યહોવાહનો કોપ જે આપણા પર સળગ્યો છે તે ભારે છે.”
૧૪માટે હિલ્કિયા યાજક, અહિકામ, આખ્બોર, શાફાન તથા અસાયા યાજાકોના વસ્ત્રભંડારના ઉપરી હાર્હાસના દીકરા તિકવાના દીકરા શાલ્લુમની પત્ની પ્રબોધિકા હુલ્દા પાસે ગયા. તે યરુશાલેમમાં બીજા વિસ્તારમાં રહેતી હતી, તેઓએ તેની સાથે વાત કરી.
૧૫તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ એમ કહે છે, “તમને મારી પાસે મોકલનાર માણસને કહો કે,
૧૬“યહોવાહ એવું કહે છે, “જુઓ, યહૂદિયાના રાજાએ આ બધાં વચનો તે પુસ્તકમાં વાંચ્યાં તે પ્રમાણે, હું આ દેશ અને તેના રહેવાસીઓ પર આપત્તિ લાવીશ.
૧૭કેમ કે, તેઓએ મને તજી દઈને બીજા દેવોની આગળ ધૂપ બાળ્યું છે. આ બધાં કુકર્મોથી તેઓએ મને ગુસ્સે કર્યો છે, માટે આ જગા પર મારો ગુસ્સો પ્રગટશે અને શાંત થશે નહિ.”
