2 રાજાઓ ૨૩:૧૫
વળી બેથેલમાં જે વેદી હતી તેને તથા જે ઉચ્ચસ્થાનો નબાટના દીકરા યરોબામ કે જેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેણે બાંધેલાં હતાં, તેઓને યોશિયાએ તોડી નાખ્યા. તેણે તે ઉચ્ચસ્થાનની વેદીને ભાંગીને ભૂકો કર્યો, વળી તેણે અશેરા મૂર્તિને બાળી નાખી.2 રાજાઓ ૨૩:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 23:15
- Moreover the altar that was at Bethel and the high place which Jeroboam the son of Nebat, who made Israel to sin, had made, even that altar and the high place he broke down; and he burned the high place and beat it to dust, and burned the Asherah.
- हिन्दी — 2 राजाओं २३:१५
- फिर बेतेल में जो वेदी थी, और जो ऊँचा स्थान नबात के पुत्र यारोबाम ने बनाया था, जिसने इस्राएल से पाप कराया था, उस वेदी और उस ऊँचे स्थान को उसने ढा दिया, और ऊँचे स्थान को फूँककर बुकनी कर दिया और अशेरा को फूँक दिया।
સંદર્ભમાં
૧૩જે ઉચ્ચસ્થાનો ઇઝરાયલના રાજા સુલેમાને સિદોનીઓની ધિક્કારપાત્ર દેવી આશ્તારોથ માટે, મોઆબની ધિક્કારપાત્ર દેવી કમોશને માટે, આમ્મોન લોકોની ધિક્કારપાત્ર દેવી મિલ્કોમને માટે યરુશાલેમની પૂર્વ બાજુએ, વિનાશના પર્વતની દક્ષિણે બાંધેલાં હતા, તેઓને યોશિયા રાજાએ અશુદ્ધ કર્યાં.
૧૪યોશિયા રાજાએ સ્તંભોને તોડીને ટુકડેટુકડાં કર્યા, અશેરાની મૂર્તિઓ ભાંગી નાખીને તેની જગ્યાએ માણસોનાં હાડકાં ભર્યાં.
૧૫વળી બેથેલમાં જે વેદી હતી તેને તથા જે ઉચ્ચસ્થાનો નબાટના દીકરા યરોબામ કે જેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેણે બાંધેલાં હતાં, તેઓને યોશિયાએ તોડી નાખ્યા. તેણે તે ઉચ્ચસ્થાનની વેદીને ભાંગીને ભૂકો કર્યો, વળી તેણે અશેરા મૂર્તિને બાળી નાખી.
૧૬જ્યારે યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે પર્વત પરની કબરો જોઈ. તેણે માણસો મોકલીને કબરોમાંથી હાડકાં બહાર કઢાવ્યાં, આ વાતો પ્રકટ કરનાર ઈશ્વરભક્તે યહોવાહનું જે વચન પોકાર્યું હતું તે પ્રમાણે તેઓને વેદી પર બાળીને તેને અશુદ્ધ કરી.
૧૭પછી તેણે પૂછ્યું, “પેલું સ્મારક જે હું જોઉં છું તે શાનું છે?” નગરના માણસોએ તેને કહ્યું, “તે તો ઈશ્વરભક્તે યહૂદિયાથી આવીને આ કૃત્યો કે જે તમે બેથેલની વેદી વિરુદ્ધ કર્યાં છે તે પોકાર્યાં હતા, તેની કબર છે.”
