2 રાજાઓ ૨૩:૨૦
તેણે ત્યાંનાં ઉચ્ચસ્થાનના બધા યાજકોને વેદીઓ પર મારી નાખ્યા, તેઓના પર તેણે માણસોનાં હાડકાં બાળ્યાં, પછી તે યરુશાલેમ પાછો આવ્યો.2 રાજાઓ ૨૩:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 23:20
- He killed all the priests of the high places that were there, on the altars, and burned men’s bones on them; and he returned to Jerusalem.
- हिन्दी — 2 राजाओं २३:२०
- उन ऊँचे स्थानों के जितने याजक वहाँ थे उन सभी को उसने उन्हीं वेदियों पर बलि किया और उन पर मनुष्यों की हड्डियाँ जलाकर यरूशलेम को लौट गया।
સંદર્ભમાં
૧૮યોશિયાએ કહ્યું, “તેને રહેવા દો. કોઈએ તેનાં હાડકાં ખસેડવા નહિ.” તેથી તેઓએ તેનાં હાડકાં તથા સમરુનથી આવેલા પ્રબોધકોના હાડકાંને રહેવા દીધાં.
૧૯વળી સમરુનનાં નગરોમાં ઉચ્ચસ્થાનોનાં બધાં મંદિરો, જે ઇઝરાયલના રાજાઓએ બનાવીને યહોવાહને ગુસ્સે કર્યા હતા તેમને યોશિયાએ દૂર કર્યાં. જે બધાં કાર્યો તેણે બેથેલમાં કર્યાં હતાં તે પ્રમાણે તેણે કર્યું.
૨૦તેણે ત્યાંનાં ઉચ્ચસ્થાનના બધા યાજકોને વેદીઓ પર મારી નાખ્યા, તેઓના પર તેણે માણસોનાં હાડકાં બાળ્યાં, પછી તે યરુશાલેમ પાછો આવ્યો.
૨૧રાજાએ બધા લોકોને આજ્ઞા કરી કે, કરારના આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે “તમારા ઈશ્વર યહોવાહ માટે પાસ્ખાપર્વ પાળો.”
૨૨ઇઝરાયલનો ન્યાય કરનાર ન્યાયાધીશોના દિવસોથી ઇઝરાયલના રાજાઓ કે યહૂદિયાના રાજાઓના દિવસોમાં પણ કયારેય આવું પાસ્ખાપર્વ ઊજવાયું નહોતું.
