Skip to content
Methodist Church Nadiad
તેણે યહૂદિયાના નગરોમાં તથા યરુશાલેમની આસપાસના ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ પસંદ કર્યા હતા તેઓને તથા જેઓ બઆલને, સૂર્યને, ચંદ્રને, ગ્રહોને તથા આકાશના તારામંડળોને માટે ધૂપ બાળતા હતા તેઓને હઠાવી દીધા.

2 રાજાઓ ૨૩:૫ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English2 Kings 23:5
He got rid of the idolatrous priests whom the kings of Judah had ordained to burn incense in the high places in the cities of Judah and in the places around Jerusalem; those also who burned incense to Baal, to the sun, to the moon, to the planets, and to all the army of the sky.
हिन्दी2 राजाओं २३:५
जिन पुजारियों को यहूदा के राजाओं ने यहूदा के नगरों के ऊँचे स्थानों में और यरूशलेम के आस-पास के स्थानों में धूप जलाने के लिये ठहराया था, उनको और जो बाल और सूर्य-चन्द्रमा, राशिचक्र और आकाश के सारे गणों को धूप जलाते थे, उनको भी राजा ने हटा दिया।

સંદર્ભમાં

પછી રાજા સ્તંભ પાસે ઊભો રહ્યો. આ પુસ્તકમાં લખેલાં વચનો અમલમાં લાવવા માટે, સંપૂર્ણ હૃદયથી તથા સંપૂર્ણ ભાવથી યહોવાહની પાછળ ચાલવાનો, તેમની આજ્ઞાઓ, હુકમો તથા કાનૂનો પાળવાનો તેમની આગળ કરાર કર્યો. તેની સાથે બધા લોકો આ કરારમાં સંમત થયા.

તે પછી રાજાએ હિલ્કિયા યાજકને તથા મદદનીશ યાજકને તેમ જ દ્વારરક્ષકોને આજ્ઞા કરી કે, બઆલ, અશેરાની મૂર્તિ તેમ જ આકાશના તારામંડળોની સેવામાં વપરાતાં બધાં વાસણો યહોવાહના સભાસ્થાનમાંથી બહાર કાઢી લાવો. અને તેઓએ તે બધાને યરુશાલેમ બહાર કિદ્રોનની ખીણના ખેતરોમાં બાળી નાખ્યાં અને તેની રાખ બેથેલ લઈ ગયા.

તેણે યહૂદિયાના નગરોમાં તથા યરુશાલેમની આસપાસના ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ પસંદ કર્યા હતા તેઓને તથા જેઓ બઆલને, સૂર્યને, ચંદ્રને, ગ્રહોને તથા આકાશના તારામંડળોને માટે ધૂપ બાળતા હતા તેઓને હઠાવી દીધા.

તે યહોવાહના સભાસ્થાનમાંથી અશેરાની મૂર્તિને કાઢી લાવ્યો, યરુશાલેમની બહાર કિદ્રોનની ખીણના ખેતરોમાં તેને બાળી. તેને કૂટીને ભૂકો કરીને તે રાખ સામાન્ય લોકોની કબરો પર ફેંકી દીધી.

તેણે યહોવાહના ઘરમાં આવેલા સજાતીય સંબંધવાળાઓનાં નિવાસસ્થાનો, જેની અંદર સ્ત્રીઓ અશેરા માટે વસ્ત્રો સીવતી હતી, તેઓને તેણે તોડી પાડ્યાં.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.