2 રાજાઓ ૨૪:૧૧
જ્યારે તેના સૈનિકોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર ત્યાં આવી પહોંચ્યો.2 રાજાઓ ૨૪:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 24:11
- Nebuchadnezzar king of Babylon came to the city while his servants were besieging it,
- हिन्दी — 2 राजाओं २४:११
- जब बाबेल के राजा नबूकदनेस्सर के कर्मचारी नगर को घेरे हुए थे, तब वह आप वहाँ आ गया।
સંદર્ભમાં
૯તેના પિતાએ કરેલાં બધાં કાર્યો પ્રમાણે તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.
૧૦તે સમયે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના સૈન્યએ યરુશાલેમ પર ચઢાઈ કરી તે નગરને ઘેરી લીધું.
૧૧જ્યારે તેના સૈનિકોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર ત્યાં આવી પહોંચ્યો.
૧૨યહૂદિયાનો રાજા યહોયાખીન, તેની માતા, તેના ચાકરો, તેના રાજકુમારો તથા કારભારીઓ બાબિલના રાજાને મળવા બહાર આવ્યા. બાબિલના રાજાએ પોતાના શાસનનાં આઠમા વર્ષે તેને પકડ્યો.
૧૩યહોવાહે કહ્યું હતું તે પ્રમાણે, યહોવાહના સભાસ્થાનની તેમ જ રાજમહેલની બધી કિંમતી વસ્તુઓ તે ઉપાડી ગયો. તેણે યહોવાહના ઘરમાં ઇઝરાયલના રાજા સુલેમાને બનાવેલા સોનાનાં બધાં વાસણોને કાપીને ટુકડાં કર્યાં.
