2 રાજાઓ ૨૫:૧૩
યહોવાહના સભાસ્થાનમાંના પિત્તળના સ્તંભ, જળગાડીઓ તથા પિત્તળનો હોજ અને જે બધું યહોવાહના ઘરમાં હતું તે બધું જ ખાલદીઓએ ભાંગીને ભૂક્કો કરી નાખ્યું અને તેનું પિત્તળ તેઓ બાબિલ લઈ ગયા.2 રાજાઓ ૨૫:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 25:13
- The Chaldeans broke up the pillars of bronze that were in the LORD’s house and the bases and the bronze sea that were in the LORD’s house, and carried the bronze pieces to Babylon.
- हिन्दी — 2 राजाओं २५:१३
- यहोवा के भवन में जो पीतल के खम्भे थे और कुर्सियाँ और पीतल का हौद जो यहोवा के भवन में था, इनको कसदी तोड़कर उनका पीतल बाबेल को ले गए।
સંદર્ભમાં
૧૧નગરના બાકી રહેલા લોકોને, જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેઓને રક્ષકટોળીનો સરદાર નબૂઝારઅદાન કેદ કરીને બાબિલમાં લઈ ગયો.
૧૨પણ રક્ષકટોળીના સરદારે અમુક ગરીબ લોકોને દ્રાક્ષવાડીમાં અને ખેતરમાં કામ કરવા માટે રહેવા દીધા.
૧૩યહોવાહના સભાસ્થાનમાંના પિત્તળના સ્તંભ, જળગાડીઓ તથા પિત્તળનો હોજ અને જે બધું યહોવાહના ઘરમાં હતું તે બધું જ ખાલદીઓએ ભાંગીને ભૂક્કો કરી નાખ્યું અને તેનું પિત્તળ તેઓ બાબિલ લઈ ગયા.
૧૪વળી તેઓ ઘડાઓ, પાવડા, કાતરો, ચમચા તથા પિત્તળના બધાં વાસણો જેનાથી યાજકો ઘરમાં સેવા કરતા હતા, તે બધું પણ લઈ ગયા.
૧૫રાજાના ચોકીદારનો સરદાર સોના તથા ચાંદીથી બનાવેલી સગડીઓ તથા કૂંડીઓ લઈ ગયો.
