Skip to content
Methodist Church Nadiad
પણ ઈશ્વરભક્ત એલિશાના ચાકર ગેહઝીએ કહ્યું, “જો, મારા માલિકે આ અરામી નામાન જે લાવ્યો હતો તે તેની પાસેથી લીધા વગર તેને જવા દીધો છે. જીવતા યહોવાહના સમ, હું તેની પાછળ દોડીને તેની પાસેથી કંઈક તો લઈ લઈશ.”

2 રાજાઓ ૫:૨૦ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English2 Kings 5:20
But Gehazi the servant of Elisha the man of God, said, “Behold, my master has spared this Naaman the Syrian, in not receiving at his hands that which he brought. As the LORD lives, I will run after him, and take something from him.”
हिन्दी2 राजाओं ५:२०
कि परमेश्वर के भक्त एलीशा का सेवक गेहजी सोचने लगा, “मेरे स्वामी ने तो उस अरामी नामान को ऐसा ही छोड़ दिया है कि जो वह ले आया था उसको उसने न लिया, परन्तु यहोवा के जीवन की शपथ मैं उसके पीछे दौड़कर उससे कुछ न कुछ ले लूँगा।”

સંદર્ભમાં

૧૮પણ જ્યારે મારા રાજા મારા હાથ પર ટેકો દઈને રિમ્મોનના મંદિરમાં સેવા કરવા જાય છે, ત્યારે હું રિમ્મોનના મંદિરમાં નમું છું. કૃપા કરી તમારા ચાકરની આ બાબત યહોવાહ ક્ષમા કરો.”

૧૯એલિશાએ તેને કહ્યું, “શાંતિએ જા.” તેથી નામાન તેની પાસેથી રવાના થયો.

૨૦પણ ઈશ્વરભક્ત એલિશાના ચાકર ગેહઝીએ કહ્યું, “જો, મારા માલિકે આ અરામી નામાન જે લાવ્યો હતો તે તેની પાસેથી લીધા વગર તેને જવા દીધો છે. જીવતા યહોવાહના સમ, હું તેની પાછળ દોડીને તેની પાસેથી કંઈક તો લઈ લઈશ.”

૨૧તેથી ગેહઝી નામાનની પાછળ ગયો. નામાને કોઈને તેની પાછળ દોડતો આવતો જોયો, ત્યારે તે તેને મળવા પોતાના રથ પરથી ઊતર્યો અને તેને પૂછ્યું, “બધું ક્ષેમકુશળ છે?”

૨૨ગેહઝીએ કહ્યું, “બધું ક્ષેમકુશળ છે. મારા માલિકે મને મોકલ્યો છે. તેણે કહ્યું કે, ‘જો, એફ્રાઇમના પહાડી પ્રદેશના પ્રબોધકોના દીકરાઓમાંથી બે જુવાનો હમણાં જ મારી પાસે આવ્યા છે. કૃપા કરી તેઓને માટે એક તાલંત ચાંદી અને બે જોડ વસ્ત્ર આપ.”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.