2 રાજાઓ ૫:૨૪
જયારે ગેહઝી, પહાડ પર પહોંચ્યો, ત્યારે તેણે ચાંદી ભરેલી થેલીઓ તેઓના હાથમાંથી લઈને ઘરમાં સંતાડી દીધી. અને નામાનના ચાકરોને પરત મોકલી દીધા. તેઓ વિદાય થયા.2 રાજાઓ ૫:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 5:24
- When he came to the hill, he took them from their hand, and stored them in the house. Then he let the men go, and they departed.
- हिन्दी — 2 राजाओं ५:२४
- जब वह टीले के पास पहुँचा, तब उसने उन वस्तुओं को उनसे लेकर घर में रख दिया, और उन मनुष्यों को विदा किया, और वे चले गए।
સંદર્ભમાં
૨૨ગેહઝીએ કહ્યું, “બધું ક્ષેમકુશળ છે. મારા માલિકે મને મોકલ્યો છે. તેણે કહ્યું કે, ‘જો, એફ્રાઇમના પહાડી પ્રદેશના પ્રબોધકોના દીકરાઓમાંથી બે જુવાનો હમણાં જ મારી પાસે આવ્યા છે. કૃપા કરી તેઓને માટે એક તાલંત ચાંદી અને બે જોડ વસ્ત્ર આપ.”
૨૩નામાને કહ્યું, “હું તને બે તાલંત ચાંદી ખુશીથી આપું છું.” આ રીતે નામાને તેને આગ્રહ કરીને બે તાલંત ચાંદી અને બે જોડ વસ્ત્ર બે થેલીમાં બાંધીને તેના બે ચાકરોના માથે ચઢાવ્યાં, તેઓ તે ઊંચકીને ગેહઝીની આગળ ચાલવા લાગ્યા.
૨૪જયારે ગેહઝી, પહાડ પર પહોંચ્યો, ત્યારે તેણે ચાંદી ભરેલી થેલીઓ તેઓના હાથમાંથી લઈને ઘરમાં સંતાડી દીધી. અને નામાનના ચાકરોને પરત મોકલી દીધા. તેઓ વિદાય થયા.
૨૫ગેહઝી અંદર જઈને પોતાના માલિકની આગળ ઊભો રહ્યો ત્યારે એલિશાએ તેને કહ્યું, “ગેહઝી, તું કયાંથી આવે છે?” તેણે કહ્યું, “તારો ચાકર ક્યાંય ગયો નહોતો.”
૨૬એલિશાએ ગેહઝીને કહ્યું, “જયારે પેલો રથમાંથી ઊતરીને તને મળવા માટે આવ્યો, ત્યારે શું મારો આત્મા તારી સાથે નહોતો? શું આ પૈસા, વસ્ત્રો, જૈતૂનવાડીઓ, દ્રાક્ષવાડીઓ, ઘેટાં, બળદો, દાસો તથા દાસીઓ લેવાનો સમય છે?
