2 રાજાઓ ૮:૧૫
પછી બીજે દિવસે હઝાએલે ધાબળો લઈને તેને પાણીમાં પલાળીને રાજાના મોં પર ઓઢાડ્યો તેથી તે મરણ પામ્યો. અને તેની જગ્યાએ હઝાએલ રાજા થયો.2 રાજાઓ ૮:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 8:15
- On the next day, he took a thick cloth, dipped it in water, and spread it on the king’s face, so that he died. Then Hazael reigned in his place.
- हिन्दी — 2 राजाओं ८:१५
- दूसरे दिन उसने रजाई को लेकर जल से भिगो दिया, और उसको उसके मुँह पर ऐसा ओढ़ा दिया कि वह मर गया। तब हजाएल उसके स्थान पर राज्य करने लगा।
સંદર્ભમાં
૧૩હઝાએલે કહ્યું, “તારો સેવક એક કૂતરા તુલ્ય છે, તે કોણ છે કે આવાં કામ કરે?” એલિશાએ કહ્યું, “યહોવાહે મને બતાવ્યું છે કે તું અરામનો રાજા થશે.”
૧૪પછી હઝાએલ એલિશા પાસેથી રવાના થઈને પોતાના માલિક પાસે આવ્યો. તેણે તેને પૂછ્યું, “એલિશાએ તને શું કહ્યું?” તેણે જવાબ આપ્યો, “તેણે મને કહ્યું તું નિશ્ચે સાજો થશે.”
૧૫પછી બીજે દિવસે હઝાએલે ધાબળો લઈને તેને પાણીમાં પલાળીને રાજાના મોં પર ઓઢાડ્યો તેથી તે મરણ પામ્યો. અને તેની જગ્યાએ હઝાએલ રાજા થયો.
૧૬ઇઝરાયલના રાજા આહાબના દીકરા યોરામના શાસનકાળના પાચમાં વર્ષે યહોરામ રાજ કરવા લાગ્યો. તે યહૂદિયાના રાજા યહોશાફાટનો દીકરો હતો. જ્યારે યહોશાફાટ યહૂદિયાનો રાજા હતો ત્યારે યહોરામ રાજ કરવા લાગ્યો.
૧૭યહોરામ રાજા બન્યો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું.
