2 રાજાઓ ૮:૨૦
યહોરામના દિવસોમાં અદોમે યહૂદિયાના હાથ નીચે બળવો કરીને પોતાના માટે એક રાજા ઠરાવ્યો.2 રાજાઓ ૮:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 8:20
- In his days Edom revolted from under the hand of Judah, and made a king over themselves.
- हिन्दी — 2 राजाओं ८:२०
- उसके दिनों में एदोम ने यहूदा की अधीनता छोड़कर अपना एक राजा बना लिया।
સંદર્ભમાં
૧૮આહાબના કુટુંબે જેમ કર્યું હતું તેમ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, કેમ કે તેણે આહાબની દીકરી સાથે લગ્ન કર્યું હતું. અને તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.
૧૯તો પણ પોતાના સેવક દાઉદને લીધે યહોવાહ યહૂદિયાનો નાશ કરવા ચાહતા નહોતા, કારણ કે તેઓએ તેને કહ્યું હતું, તે હંમેશા તેઓને વારસો આપશે.
૨૦યહોરામના દિવસોમાં અદોમે યહૂદિયાના હાથ નીચે બળવો કરીને પોતાના માટે એક રાજા ઠરાવ્યો.
૨૧ત્યારે યોરામ પોતાના બધા રથો અને સેનાપતિઓને લઈને સાઈર ગયો. અને તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસના અદોમીઓ તથા રથાધિપતિઓ પર હુમલો કર્યો. પછી યહોરામના સૈનિકો અને લોકો પોતાના ઘરે નાસી ગયા.
૨૨આ રીતે અદોમે આજ સુધી યહૂદિયાની સત્તા સામે બળવો કરેલો છે. લિબ્નાહએ પણ તે જ સમયે બળવો કર્યો હતો.
