2 રાજાઓ ૮:૨૬
અહાઝયાહ રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ અથાલ્યા હતું, તે ઇઝરાયલના રાજા ઓમ્રીની દીકરી હતી.2 રાજાઓ ૮:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 8:26
- Ahaziah was twenty-two years old when he began to reign; and he reigned one year in Jerusalem. His mother’s name was Athaliah the daughter of Omri king of Israel.
- हिन्दी — 2 राजाओं ८:२६
- जब अहज्याह राजा बना, तब बाईस वर्ष का था, और यरूशलेम में एक ही वर्ष राज्य किया। और उसकी माता का नाम अतल्याह था, जो इस्राएल के राजा ओम्री की पोती थी।
સંદર્ભમાં
૨૪ત્યાર પછી યોરામ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો, તેને દાઉદનગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. પછી તેનો દીકરો અહાઝયાહ તેની જગ્યાએ રાજા બન્યો.
૨૫ઇઝરાયલના રાજા આહાબના દીકરા યોરામના શાસનકાળના બારમા વર્ષે યહૂદિયાના રાજા યોરામનો દીકરો અહાઝયાહ રાજ કરવા લાગ્યો.
૨૬અહાઝયાહ રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ અથાલ્યા હતું, તે ઇઝરાયલના રાજા ઓમ્રીની દીકરી હતી.
૨૭અહાઝયાહ આહાબના કુટુંબને માર્ગે ચાલ્યો, જેમ આહાબના કુટુંબે કર્યું તેમ તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. કેમ કે, તે આહાબના કુટુંબનો જમાઈ હતો.
૨૮અહાઝયાહ આહાબના દીકરા યોરામ સાથે અરામના રાજા હઝાએલ સામે રામોથ ગિલ્યાદ આગળ યુદ્ધ કરવા ગયો. અરામીઓએ યોરામને ઘાયલ કર્યો.
