2 રાજાઓ ૯:૩૫
તેઓ તેને દફનાવવા ગયા, પણ તેની ખોપરી, પગ તથા હથેળીઓ સિવાય બીજું કંઈ તેમને મળ્યું નહિ.2 રાજાઓ ૯:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 9:35
- They went to bury her, but they found no more of her than the skull, the feet, and the palms of her hands.
- हिन्दी — 2 राजाओं ९:३५
- जब वे उसे मिट्टी देने गए, तब उसकी खोपड़ी पाँवों और हथेलियों को छोड़कर उसका और कुछ न पाया।
સંદર્ભમાં
૩૩યેહૂએ કહ્યું, “તેને નીચે ફેંકી દો.” તેથી તેઓએ ઇઝબેલને નીચે ફેંકી દીધી, તેના રક્તના છાંટા દીવાલ પર તથા ઘોડાઓ પર પડ્યા. અને યેહૂએ તેને પગ નીચે કચડી નાખી.
૩૪પછી યેહૂએ મહેલમાં જઈને ખાધું અને પીધું. પછી તેણે કહ્યું, “હવે આ શાપિત સ્ત્રીને સંભાળીને દફનાવો, કેમ કે તે રાજાની દીકરી છે.”
૩૫તેઓ તેને દફનાવવા ગયા, પણ તેની ખોપરી, પગ તથા હથેળીઓ સિવાય બીજું કંઈ તેમને મળ્યું નહિ.
૩૬માટે તેઓએ પાછા આવીને યેહૂને ખબર આપી. તેણે કહ્યું, “યહોવાહે પોતાના સેવક તિશ્બી એલિયા દ્વારા જે વચન કહ્યું હતું તે આ છે કે, ‘યિઝ્રએલની ભૂમિમાં કૂતરાઓ ઇઝબેલનું માંસ ખાશે,
૩૭અને ઇઝબેલનો મૃતદેહ યિઝ્રએલ ભૂમિના ખેતરોમાં ખાતરરૂપ થશે. જેથી કોઈ એવું નહિ કહે કે, “આ ઇઝબેલ છે.”
