પિતરનો બીજો પત્ર ૧:૧૩
અને જ્યાં સુધી હું આ માંડવારૂપી શરીરમાં છું, ત્યાં સુધી તમને યાદ કરાવીને સાવચેત કરવા એ મને યોગ્ય લાગે છે.પિતરનો બીજો પત્ર ૧:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Peter 1:13
- I think it right, as long as I am in this tent, to stir you up by reminding you,
- हिन्दी — 2 पतरस १:१३
- और मैं यह अपने लिये उचित समझता हूँ, कि जब तक मैं इस डेरे में हूँ, तब तक तुम्हें सुधि दिलाकर उभारता रहूँ।
સંદર્ભમાં
૧૧કારણ કે એમ કરવાથી આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં અનંતકાળના રાજ્યમાં તમે પૂરી રીતે પ્રવેશ પામશો.
૧૨એ માટે જોકે તમે એ વાતો જાણો છો અને અત્યારે સત્યમાં દૃઢ થયા છો, તોપણ તમને તે નિત્ય યાદ કરાવવાનું હું ભૂલીશ નહિ.
૧૩અને જ્યાં સુધી હું આ માંડવારૂપી શરીરમાં છું, ત્યાં સુધી તમને યાદ કરાવીને સાવચેત કરવા એ મને યોગ્ય લાગે છે.
૧૪કેમ કે મને ખબર છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં બતાવ્યા પ્રમાણે મારું આયુષ્ય જલદી પૂરું થવાનું છે.
૧૫હું યત્ન કરીશ કે, મારા મરણ પછી તમને આ વાતો સતત યાદ રહે.
