2 શમુએલ ૧૧:૧૩
દાઉદે તેને બોલાવ્યો, તેણે તેની આગળ ખાધું, પીધું. દાઉદે તેને નશો કરાવ્યો. તે સાંજે પણ તે પોતાના પલંગ પર દાઉદના ચાકરો સાથે સૂવાને ગયો; પણ પોતાને ઘરે ગયો નહી.2 શમુએલ ૧૧:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 11:13
- When David had called him, he ate and drank before him; and he made him drunk. At evening, he went out to lie on his bed with the servants of his lord, but didn’t go down to his house.
- हिन्दी — 2 शमूएल ११:१३
- तब दाऊद ने उसे नेवता दिया, और उसने उसके सामने खाया पिया, और उसी ने उसे मतवाला किया; और साँझ को वह अपने स्वामी के सेवकों के संग अपनी चारपाई पर सोने को निकला, परन्तु अपने घर न गया।
સંદર્ભમાં
૧૧ઉરિયાએ દાઉદને જવાબ આપ્યો, “કરારકોશ, ઇઝરાયલ અને યહૂદા તંબુઓમાં રહે છે અને મારો માલિક સેનાપતિ યોઆબ અને તેના દાસો ખુલ્લાં મેદાનમાં છાવણીમાં રહે છે. તો હું કેવી રીતે ખાવા, પીવા અને મારી સ્ત્રી સાથે સૂવા મારે ઘરે જાઉં? તમારા અને તમારા જીવના સમ, હું એ પ્રમાણે કરનાર નથી.”
૧૨તેથી દાઉદે ઉરિયાને કહ્યું કે, “આજે પણ અહીં રહે અને કાલે હું તને જવા દઈશ.” તેથી ઉરિયા તે દિવસે અને તે પછીના દિવસે યરુશાલેમમાં રહ્યો.
૧૩દાઉદે તેને બોલાવ્યો, તેણે તેની આગળ ખાધું, પીધું. દાઉદે તેને નશો કરાવ્યો. તે સાંજે પણ તે પોતાના પલંગ પર દાઉદના ચાકરો સાથે સૂવાને ગયો; પણ પોતાને ઘરે ગયો નહી.
૧૪તેથી સવારમાં દાઉદે યોઆબ ઉપર પત્ર લખ્યો અને તે પત્ર ઉરિયાની મારફતે મોકલ્યો.
૧૫દાઉદે પત્રમાં એમ લખ્યું કે, “ઉરિયાને દારુણ યુદ્ધમાં સૌથી આગળ રાખજે અને પછી તેની પાસેથી તમે દૂર ખસી જજો, જેથી તે દુશ્મનોના પ્રહારથી માર્યો જાય.”
