2 શમુએલ ૧૧:૨૨
પછી સંદેશાવાહક ત્યાંથી નીકળી અને દાઉદ પાસે ગયો. યોઆબે તેને જે કહેવા મોકલ્યો હતો તે સર્વ બાબતો તેણે દાઉદને કહી.2 શમુએલ ૧૧:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 11:22
- So the messenger went, and came and showed David all that Joab had sent him for.
- हिन्दी — 2 शमूएल ११:२२
- तब दूत चल दिया, और जाकर दाऊद से योआब की सब बातों का वर्णन किया।
સંદર્ભમાં
૨૦ત્યાર પછી જો કે રાજા ક્રોધે ભરાય અને તને એમ કહે કે, “લડવા સારું નગરની એટલી બધી નજીક તમે કેમ ગયા? શું તમે નહોતા જાણતા, કે તેઓ કોટ પરથી હુમલો કરશે?
૨૧યરૂબ્બેશેથના દીકરા અબીમેલેખેને કોણે માર્યો? શું એક સ્ત્રીએ કોટ ઉપરથી ઘંટીનું ઉપલું પડ નાખ્યું તેથી તે તેબેસમાં મરણ નહોતો પામ્યો? શા માટે તમે કોટની એટલી નજીક ગયા?’ પછી તારે ઉત્તર આપવો કે, ‘તારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો છે.’”
૨૨પછી સંદેશાવાહક ત્યાંથી નીકળી અને દાઉદ પાસે ગયો. યોઆબે તેને જે કહેવા મોકલ્યો હતો તે સર્વ બાબતો તેણે દાઉદને કહી.
૨૩તેણે દાઉદને કહ્યું, “આપણે બળવાન હતા તેનાથી પણ વધારે બળવાન શત્રુઓ હતા; તેઓ અમારી સમક્ષ મેદાનમાં આવ્યા પણ અમે દરવાજાના પ્રવેશદ્વારેથી જ તેમને પાછા પાડ્યા.
૨૪અને તેના ધનુર્ધારીઓએ કોટ ઉપરથી અમારા પર તીરંદાજી કરી. અને અમારામાંથી કેટલાક માર્યા ગયા અને રાજાના દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો.”
