2 શમુએલ ૧૩:૧૨
તામારે તેને ઉત્તર આપ્યો કે, “નહિ, મારા ભાઈ, મારી સાથે બળજબરી કરીશ નહિ, કેમ કે આવું કશું કૃત્ય ઇઝરાયલમાં થવું ન જોઈએ. આવું આઘાતજનક કાર્ય ન કર!2 શમુએલ ૧૩:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 13:12
- She answered him, “No, my brother, do not force me! For no such thing ought to be done in Israel. Don’t you do this folly!
- हिन्दी — 2 शमूएल १३:१२
- उसने कहा, “हे मेरे भाई, ऐसा नहीं, मुझे भ्रष्ट न कर; क्योंकि इस्राएल में ऐसा काम होना नहीं चाहिये; ऐसी मूर्खता का काम न कर।
સંદર્ભમાં
૧૦પછી આમ્નોને તામારને કહ્યું, “ખોરાક મારા ઓરડામાં લાવ કે હું તારા હાથથી તે ખાઉં.” પછી જે રોટલી તેણે બનાવી હતી તે લઈને તેના ભાઈ આમ્નોનના શયનગૃહમાં આવી.
૧૧જયારે તે તેની પાસે ખોરાક લાવી, ત્યારે તેણે તેને પકડીને કહ્યું, “મારી બહેન, આવ, મારી સાથે સૂઈ જા.”
૧૨તામારે તેને ઉત્તર આપ્યો કે, “નહિ, મારા ભાઈ, મારી સાથે બળજબરી કરીશ નહિ, કેમ કે આવું કશું કૃત્ય ઇઝરાયલમાં થવું ન જોઈએ. આવું આઘાતજનક કાર્ય ન કર!
૧૩હું આ મારા જીવનમાં આબરુહીન થઈને ક્યાં જાઉં? વળી આ કૃત્યને કારણે આખા ઇઝરાયલમાં તું બહુ મોટો મૂર્ખ જેવો બનીશ. મહેરબાની કરીને, હું તને કહું છું કે તું રાજાને કહે. તે તને મારી સાથે લગ્ન કરવાની મંજૂરી આપશે.”
૧૪પણ આમ્નોને તેનું કહેવું ગણકાર્યું નહિ. તે તેના કરતાં બળવાન હોવાથી, તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો.
