2 શમુએલ ૧૪:૨૪
રાજાએ કહ્યું, “તે પાછો ફરીને પોતાના ઘરે જાય, પણ મારું મુખ ન જુએ.” તેથી આબ્શાલોમ વળીને તેના ઘરે ગયો, પણ રાજાનું મુખ જોવા પામ્યો નહિ.”2 શમુએલ ૧૪:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 14:24
- The king said, “Let him return to his own house, but let him not see my face.” So Absalom returned to his own house, and didn’t see the king’s face.
- हिन्दी — 2 शमूएल १४:२४
- तब राजा ने कहा, “वह अपने घर जाकर रहे; और मेरा दर्शन न पाए।” तब अबशालोम अपने घर चला गया, और राजा का दर्शन न पाया।
સંદર્ભમાં
૨૨યોઆબે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને રાજાનો આદર કરીને ધન્યવાદ આપ્યો. યોઆબે કહ્યું, “હે મારા માલિક રાજા, આજે તારો દાસ હું જાણું છું કે હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું, કેમ કે તમે મારી વિનંતી સ્વીકારી છે.”
૨૩તેથી યોઆબ ઊઠીને ગશૂર ગયો અને આબ્શાલોમને યરુશાલેમમાં પાછો લાવ્યો.
૨૪રાજાએ કહ્યું, “તે પાછો ફરીને પોતાના ઘરે જાય, પણ મારું મુખ ન જુએ.” તેથી આબ્શાલોમ વળીને તેના ઘરે ગયો, પણ રાજાનું મુખ જોવા પામ્યો નહિ.”
૨૫હવે આખા ઇઝરાયલમાં કોઈ પણ માણસ સૌંદર્યની બાબતમાં આબ્શાલોમના જેવો પ્રશંસાપાત્ર નહોતો. તેના પગનાં તળિયાંથી તે તેના માથા સુધી તેનામાં કંઈ પણ ખોડ ન હતી.
૨૬તેના માથાના વાળ વધવાથી તે દર વર્ષને અંતે માથાના વાળ કપાવતો, ત્યારે તે પોતાના માથાના વાળનું વજન કરાવતો હતો. તેનું વજન રાજાના તોલ પ્રમાણે બસો શેકેલ થતું.
