2 શમુએલ ૧૪:૩૧
ત્યારે યોઆબે આબ્શાલોમના ઘરે આવીને તેને કહ્યું, “તારા ચાકરોએ મારા ખેતરમાં આગ કેમ લગાડી?”2 શમુએલ ૧૪:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 14:31
- Then Joab arose and came to Absalom to his house, and said to him, “Why have your servants set my field on fire?”
- हिन्दी — 2 शमूएल १४:३१
- तब योआब उठा, और अबशालोम के घर में उसके पास जाकर उससे पूछने लगा, “तेरे सेवकों ने मेरे खेत में क्यों आग लगाई है?”
સંદર્ભમાં
૨૯પછી આબ્શાલોમે યોઆબને રાજા પાસે સંદેશ મોકલવા માટે તેડાવ્યો, પણ યોઆબ તેની પાસે આવ્યો નહિ. તેથી આબ્શાલોમે ફરી બીજીવાર સંદેશ મોકલ્યો, તેમ છતાં યોઆબ આવ્યો નહિ.
૩૦તેથી આબ્શાલોમે તેના ચાકરોને કહ્યું કે, “યોઆબનું ખેતર મારા ખેતરની પાસે છે અને તેમાં જવની વાવણી કરેલ છે. જઈને તેને આગથી બાળી નાખો.” તેથી આબ્શાલોમના ચાકરોએ તેના ખેતરમાં આગ લગાડી.
૩૧ત્યારે યોઆબે આબ્શાલોમના ઘરે આવીને તેને કહ્યું, “તારા ચાકરોએ મારા ખેતરમાં આગ કેમ લગાડી?”
૩૨આબ્શાલોમે યોઆબને ઉત્તર આપ્યો કે, “જો, મેં તને સંદેશો મોકલાવ્યો હતો કે, ‘તું અહીં આવ કે જેથી હું તારા દ્વારા રાજાને ખબર મોકલું કે, “હું ગશૂરથી શા માટે આવ્યો છું? હું હજી ત્યાં જ રહ્યો હોત તો મારા માટે વધારે સારું થાત. માટે હવે રાજા સાથે મારી રૂબરૂ મુલાકાત કરાવ. અને જો તેને મારામાં દોષ દેખાય તો તે ભલે મને મારી નાખે.”
૩૩તેથી યોઆબે રાજાને એ બાબત જણાવી. પછી રાજાએ આબ્શાલોમને બોલાવ્યો, ત્યારે તેણે રાજા પાસે આવીને તેમને સાષ્ટાંગ દંડવત કર્યા અને રાજાએ આબ્શાલોમને ચુંબન કર્યું.
