2 શમુએલ ૧૬:૧૦
પણ રાજાએ કહ્યું કે, હે સરુયાના દીકરાઓ, મારે તમારી સાથે શો સંબંધ છે? કદાચ તે મને શાપ આપે કેમ કે ઈશ્વરે તેને કહ્યું છે કે ‘દાઉદને શાપ આપ.’ તેથી કોણ કહી શકે કે, ‘તું શા માટે રાજાને શાપ આપે છે?”2 શમુએલ ૧૬:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 16:10
- The king said, “What have I to do with you, you sons of Zeruiah? Because he curses, and because the LORD has said to him, ‘Curse David,’ who then shall say, ‘Why have you done so?’”
- हिन्दी — 2 शमूएल १६:१०
- राजा ने कहा, “सरूयाह के बेटों, मुझे तुम से क्या काम? वह जो कोसता है, और यहोवा ने जो उससे कहा है, कि दाऊद को श्राप दे, तो उससे कौन पूछ सकता है, कि तूने ऐसा क्यों किया?”
સંદર્ભમાં
૮શાઉલ, કે જેની જગ્યાએ તેં રાજ કર્યું છે, તેના કુટુંબનાં સઘળાંના લોહીનો બદલો ઈશ્વરે તારી પાસેથી લીધો છે. ઈશ્વરે તારા દીકરા આબ્શાલોમના હાથમાં રાજ્ય સોંપ્યું છે. તારી દુષ્ટતામાં તું પોતે સપડાયો છે કેમ કે તું ખૂની માણસ છે.”
૯પછી સરુયાના દીકરા અબિશાયે રાજાને કહ્યું કે, “આ મરેલો કૂતરો મારા માલિક રાજાને શા માટે શાપ આપે છે? કૃપા કરી મને જવા દે કે હું તેનું માથું કાપી નાખું.”
૧૦પણ રાજાએ કહ્યું કે, હે સરુયાના દીકરાઓ, મારે તમારી સાથે શો સંબંધ છે? કદાચ તે મને શાપ આપે કેમ કે ઈશ્વરે તેને કહ્યું છે કે ‘દાઉદને શાપ આપ.’ તેથી કોણ કહી શકે કે, ‘તું શા માટે રાજાને શાપ આપે છે?”
૧૧માટે દાઉદે અબિશાયને તથા પોતાના સર્વ ચાકરોને કહ્યું કે, “જુઓ, મારો દીકરો, જે મારાથી જનમ્યો હતો તે મારો જીવ લેવાને શોધે છે. તો હવે આ બિન્યામીની મારો વિનાશ કરવાની ઇચ્છા કરે એમાં શી નવાઈ? તેને એકલો રહેવા દો અને શાપ આપવા દે, કેમ કે ઈશ્વરે તેને તેમ કરવાની આજ્ઞા આપી છે.
૧૨કદાચ ઈશ્વર મારા પર થયેલા દુઃખો પર નજર કરે, જે શાપ તે આજે આપે છે તેનો સારો બદલો ઈશ્વર મને આપે.”
