2 શમુએલ ૨૨:૫
કેમ કે મૃત્યુનાં મોજાંઓએ મને ઘેરી લીધો, દુર્જનોના ધસારાએ મને બીવડાવ્યો.2 શમુએલ ૨૨:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 22:5
- For the waves of death surrounded me. The floods of ungodliness made me afraid.
- हिन्दी — 2 शमूएल २२:५
- “मृत्यु के तरंगों ने तो मेरे चारों ओर घेरा डाला, नास्तिकपन की धाराओं ने मुझ को घबरा दिया था;
સંદર્ભમાં
૩ઈશ્વર મારા ખડક છે. હું તેમના પર ભરોસો રાખીશ. તેઓ મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે, તે મારા ઉદ્ધારક ત્રાતા છે, તેઓ મને જુલમથી બચાવે છે.
૪ઈશ્વર જે સ્તુતિને યોગ્ય છે તેમને હું હાંક મારીશ, તેથી હું મારા શત્રુઓથી બચી જઈશ.
૫કેમ કે મૃત્યુનાં મોજાંઓએ મને ઘેરી લીધો, દુર્જનોના ધસારાએ મને બીવડાવ્યો.
૬શેઓલ નાં બંધનોએ મને ઘેરી લીધો, મરણની જાળમાં હું સપડાઈ ગયો.
૭એવી કટોકટીમાં મારા સંકટમાં મેં ઈશ્વરને વિનંતી કરી; મારા પ્રભુને પોકાર કર્યો; તેમણે તેમના સભાસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો, મારી અરજ તેમને કાને પહોંચી.
