2 શમુએલ ૩:૨૯
આબ્નેરના મરણનો દોષ યોઆબના શિરે તથા તેના પિતાના કુટુંબનાં બધાને શિરે છે. તેઓના ઘરના લોકો રક્તસ્રાવ અને કુષ્ટરોગના ભોગ બનશે. તેઓ અપંગ થશે અને તલવારથી મરશે. ઘરમાં અનાજની તંગી રહેશે. આ બધાં શાપ લાગશે.”2 શમુએલ ૩:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 3:29
- Let it fall on the head of Joab and on all his father’s house. Let there not fail from the house of Joab one who has a discharge, or who is a leper, or who leans on a staff, or who falls by the sword, or who lacks bread.”
- हिन्दी — 2 शमूएल ३:२९
- वह योआब और उसके पिता के समस्त घराने को लगे; और योआब के वंश में कोई न कोई प्रमेह का रोगी, और कोढ़ी, और लँगड़ा, और तलवार से घात किया जानेवाला, और भूखा मरनेवाला सदा होता रहे।”
સંદર્ભમાં
૨૭આબ્નેર હેબ્રોનમાં પાછો આવ્યો, ત્યારે યોઆબ તેની સાથે એકાંતમાં વાત કરવા સારુ તેને દરવાજાની એક બાજુએ લઈ ગયો. અને યોઆબે ત્યાં તેના પેટમાં ખંજર ભોંકીને તેને મારી નાખ્યો. આ રીતે યોઆબે તેના ભાઈ અસાહેલના ખૂનનો બદલો લીધો.
૨૮દાઉદે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું,” નેરના દીકરા આબ્નેરના ખૂન વિષે હું તથા મારું રાજ્ય ઈશ્વરની આગળ સદાકાળ સુધી નિર્દોષ છીએ.
૨૯આબ્નેરના મરણનો દોષ યોઆબના શિરે તથા તેના પિતાના કુટુંબનાં બધાને શિરે છે. તેઓના ઘરના લોકો રક્તસ્રાવ અને કુષ્ટરોગના ભોગ બનશે. તેઓ અપંગ થશે અને તલવારથી મરશે. ઘરમાં અનાજની તંગી રહેશે. આ બધાં શાપ લાગશે.”
૩૦આમ યોઆબે તથા તેના ભાઈ અબિશાયે આબ્નેરને મારી નાખ્યો, તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબ્યોનના યુદ્ધમાં મારી નાખ્યો હતો. તેનું વેર વાળ્યું.
૩૧દાઉદે યોઆબને તથા તેની સાથેના સર્વ લોકો ને કહ્યું, “પોતાના વસ્ત્રો ફાડો, ટાટના વસ્ત્રો પહેરો અને આબ્નેરના શબની આગળ શોક કરો.” અને દાઉદ રાજા તેના શબને દફનાવવા બીજાઓની પાછળ કબ્રસ્તાનમાં ગયા.
