2 શમુએલ ૪:૫
તેથી રિમ્મોન બેરોથીના દીકરા રેખાબ તથા બાનાહ બપોરના સમયે ઈશ-બોશેથને ઘરે પહોંચ્યા. ત્યારે તે આરામ કરતો હતો.2 શમુએલ ૪:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 4:5
- The sons of Rimmon the Beerothite, Rechab and Baanah, went out and came at about the heat of the day to the house of Ishbosheth as he took his rest at noon.
- हिन्दी — 2 शमूएल ४:५
- उस बेरोती रिम्मोन के पुत्र रेकाब और बानाह कड़ी धूप के समय ईशबोशेत के घर में जब वह दोपहर को विश्राम कर रहा था आए।
સંદર્ભમાં
૩બેરોથીઓ ગિત્તાઈમમાં નાસી ગયા અને આજ સુધી ત્યાં વસેલા છે.
૪શાઉલના દીકરા યોનાથાનને એક દીકરો હતો તે પગે અપંગ હતો. જયારે શાઉલ તથા યોનાથાન વિષેની ખબર યિઝ્રએલથી આવી ત્યારે તે પાંચ વર્ષનો હતો. તેને સાચવનારી તેને લઈને દોડી ગઈ હતી. જયારે તે દોડતી હતી, ત્યારે યોનાથાનનો દીકરો પડી ગયો અને તે અપંગ થઈ ગયો હતો. તેનું નામ મફીબોશેથ હતું.
૫તેથી રિમ્મોન બેરોથીના દીકરા રેખાબ તથા બાનાહ બપોરના સમયે ઈશ-બોશેથને ઘરે પહોંચ્યા. ત્યારે તે આરામ કરતો હતો.
૬જે સ્ત્રી તેના ઘરના દરવાજામાં ચોકી કરતી હતી તે ઘઉં સાફ કરતાં કરતાં ઊંઘી ગઈ હતી . રેખાબ અને બાનાહ ધીમેથી તેની પાસે થઈને સરકી ગયા.
૭જે આરામગૃહમાં તે પોતાના પલંગ પર સૂતો હતો ત્યાં પહોંચી ગયા. તેઓએ તેના પર હુમલો કર્યો અને તેની હત્યા કરી. પછી તેઓ તેનું માથું કાપી નાખ્યું. તે લઈને તેઓ અરાબાને માર્ગે આખી રાત ચાલ્યા.
