2 શમુએલ ૯:૩
તેથી રાજાએ કહ્યું કે, “શાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે જેઓનાં પર હું ઈશ્વરની દયા દર્શાવું?” સીબાએ રાજાને કહ્યું કે, “યોનાથાનનો એક દીકરો મફીબોશેથ હયાત છે, જે પગે અપંગ છે.”2 શમુએલ ૯:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 9:3
- The king said, “Is there not yet any of Saul’s house, that I may show the kindness of God to him?” Ziba said to the king, “Jonathan still has a son, who is lame in his feet.”
- हिन्दी — 2 शमूएल ९:३
- राजा ने पूछा, “क्या शाऊल के घराने में से कोई अब तक बचा है, जिसको मैं परमेश्वर की सी प्रीति दिखाऊँ?” सीबा ने राजा से कहा, “हाँ, योनातान का एक बेटा तो है, जो लँगड़ा है।”
સંદર્ભમાં
૧દાઉદે પૂછ્યું કે, “શું હજી શાઉલના ઘરનું કોઈ બચી રહ્યું છે. કે હું તેના પર યોનાથાનને લીધે દયા બતાવું?”
૨ત્યાં શાઉલના કુટુંબનો સીબા નામે એક ચાકર હતો. તેઓ તેને દાઉદ પાસે બોલાવી લાવ્યા. રાજાએ તેને કહ્યું કે, “શું તું સીબા છે?” તેણે કહ્યું કે, “હા. હું તમારો દાસ છું.”
૩તેથી રાજાએ કહ્યું કે, “શાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે જેઓનાં પર હું ઈશ્વરની દયા દર્શાવું?” સીબાએ રાજાને કહ્યું કે, “યોનાથાનનો એક દીકરો મફીબોશેથ હયાત છે, જે પગે અપંગ છે.”
૪રાજાએ તેને કહ્યું કે, “તે ક્યાં છે?” સીબાએ રાજાને જવાબ આપ્યો કે, “લો-દબારમાં આમ્મીએલના દીકરા માખીરના ઘરમાં તે છે.”
૫પછી દાઉદ રાજાએ માણસ મોકલી તેને લો-દબારથી આમ્મીએલના દીકરા માખીરને ઘરેથી તેડી મંગાવ્યો.
