તિમોથીને બીજો પત્ર ૩:૧૬
દરેક શાસ્ત્રવચન ઈશ્વરનાં આત્મા તરફથી આવ્યું છે, માટે આપણે તેને એ રીતે વાંચીએ કે જેથી ઈશ્વરના વિશેનું સત્ય શીખવી શકીએ. વળી આપણે તેને એવી રીતે વાંચવું કે આપણે લોકોને સમજાવી શકીએ કે તેઓ સત્ય પર વિશ્વાસ કરે. જયારે લોકો પાપ કરે ત્યારે તેમને સુધારે. તેમ જ લોકો ને એ પણ શીખવે કે ભલું કેવી રીતે કરવું.તિમોથીને બીજો પત્ર ૩:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Timothy 3:16
- Every Scripture is God-breathed and profitable for teaching, for reproof, for correction, and for instruction in righteousness,
- हिन्दी — 2 तीमुथियुस ३:१६
- सम्पूर्ण पवित्रशास्त्र परमेश्वर की प्रेरणा से रचा गया है और उपदेश, और समझाने, और सुधारने, और धार्मिकता की शिक्षा के लिये लाभदायक है,
સંદર્ભમાં
૧૪પણ તું તો, જે શીખ્યો છે તે પ્રમાણે કરવાનું ચાલુ રાખ, અને જે બાબતો પર તું વિશ્વાસ કરવાનું શીખ્યો છે તે યોગ્ય છે. મને યાદ રાખ, કેમ કે હું એ વ્યક્તિ છું જેણે તને આ બાબતો શીખવી છે.
૧૫એ પણ યાદ રાખ કે જયારે તું બાળક હતો, ત્યારે તું પ્રભુ તેમના શાસ્ત્રવચનમાં શું કહે છે તે શીખ્યો.એ તને શીખવી શકે કે જયારે આપણે તેમના ઉપર વિશ્વાસ કરીએ છીએ ત્યારે કેવી રીતે ખ્રિસ્ત ઈસુ આપણને બચાવે છે.
૧૬દરેક શાસ્ત્રવચન ઈશ્વરનાં આત્મા તરફથી આવ્યું છે, માટે આપણે તેને એ રીતે વાંચીએ કે જેથી ઈશ્વરના વિશેનું સત્ય શીખવી શકીએ. વળી આપણે તેને એવી રીતે વાંચવું કે આપણે લોકોને સમજાવી શકીએ કે તેઓ સત્ય પર વિશ્વાસ કરે. જયારે લોકો પાપ કરે ત્યારે તેમને સુધારે. તેમ જ લોકો ને એ પણ શીખવે કે ભલું કેવી રીતે કરવું.
૧૭આપણે આ બાબતો એ માટે કરવી જોઈએ કે જેથી જે સર્વ પ્રકારની સારી બાબતો જેની તેને જરૂર છે તે કરવા ઈશ્વર દરેક વિશ્વાસીને તાલીમ આપે.
