તિમોથીને બીજો પત્ર ૪:૧૬
પ્રથમ વખત જયારે હું અદાલતમાં હતો અને મેં મારા કાર્યની સમજણ આપી, ત્યારે કોઈ વિશ્વાસીએ મારી પડખે રહીને મને ઉત્તેજન ન આપ્યું. તેઓ બધા દુર રહ્યા. ઈશ્વર આ માટે તેમને જવાબદાર ન ગણે.તિમોથીને બીજો પત્ર ૪:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Timothy 4:16
- At my first defense, no one came to help me, but all left me. May it not be held against them.
- हिन्दी — 2 तीमुथियुस ४:१६
- मेरे पहले प्रत्युत्तर करने के समय में किसी ने भी मेरा साथ नहीं दिया, वरन् सब ने मुझे छोड़ दिया था भला हो, कि इसका उनको लेखा देना न पड़े।
સંદર્ભમાં
૧૪આલેકસાંદર કંસારાએ મારા પ્રત્યે ઘણું ખરાબ વર્તન કર્યું છે. તેણે જે કર્યું છે એ માટે ઈશ્વર તેને સજા કરશે.
૧૫તારે પણ તેનાથી સાવચેત રહેવું જોઈએ કેમ કે તેણે અમારો ઉપદેશ અટકાવવા માટે શક્ય બધું જ કર્યું.
૧૬પ્રથમ વખત જયારે હું અદાલતમાં હતો અને મેં મારા કાર્યની સમજણ આપી, ત્યારે કોઈ વિશ્વાસીએ મારી પડખે રહીને મને ઉત્તેજન ન આપ્યું. તેઓ બધા દુર રહ્યા. ઈશ્વર આ માટે તેમને જવાબદાર ન ગણે.
૧૭પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને મદદ કરી. તેમણે મને બળવાન કર્યો, કે જેથી મેં સંપૂર્ણપણે તેમનું વચન જણાવ્યું અને જેથી દરેક વિદેશીઓ તે સાંભળે.આ રીતે ઈશ્વરે મને મૃત્યુથી બચાવ્યો.
૧૮પ્રભુ મને તેઓએ કરેલી સર્વ દુષ્ટ બાબતોથી બચાવશે. તેઓ મને સ્વર્ગમાં જ્યાં તેઓ રાજ કરે છે ત્યાં સુરક્ષિત લાવશે. લોકો હંમેશા તેમની સ્તુતિ કરો. આમેન.
