તિમોથીને બીજો પત્ર ૪:૮
હવે મારે માટે ઈનામ રાહ જોવે છે કેમ કે હું ઈશ્વર માટે યોગ્ય જીવન જીવ્યો છું. ઈશ્વર મારો યોગ્ય રીતે ન્યાય કરશે.જયારે તેઓ પાછા આવશે ત્યારે તેઓ મને તે ઈનામ આપશે.અને જેઓ તેમના આવવાની આતુરતા પૂર્વક રાહ જોવે છે તેઓ દરેકને પણ તે આપશે.તિમોથીને બીજો પત્ર ૪:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Timothy 4:8
- From now on, the crown of righteousness is stored up for me, which the Lord, the righteous judge, will give to me on that day; and not to me only, but also to all those who have loved his appearing.
- हिन्दी — 2 तीमुथियुस ४:८
- भविष्य में मेरे लिये धार्मिकता का वह मुकुट रखा हुआ है, जिसे प्रभु, जो धर्मी, और न्यायी है, मुझे उस दिन देगा और मुझे ही नहीं, वरन् उन सब को भी, जो उसके प्रगट होने को प्रिय जानते हैं।
સંદર્ભમાં
૬હું તને આ બાબતો એ માટે કહું છું, કે હું જલ્દી મરણ પામીશ અને આ દુનિયાને છોડીશ. હું જાણે કે દ્રાક્ષારસનાં પ્યાલા જેવો છું કે જે તેઓ વેદી પર રેડીને ઈશ્વરને બલિદાન આપે છે.
૭હું એક રમતવીર જેવો છું જેણે સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કર્યો છે. હું એક દોડવીર જેવો છું જેણે પોતાની દોડ પૂરી કરી છે. ઈશ્વરને આધીન થવા મેં મારું શ્રેષ્ઠ કર્યું છે.
૮હવે મારે માટે ઈનામ રાહ જોવે છે કેમ કે હું ઈશ્વર માટે યોગ્ય જીવન જીવ્યો છું. ઈશ્વર મારો યોગ્ય રીતે ન્યાય કરશે.જયારે તેઓ પાછા આવશે ત્યારે તેઓ મને તે ઈનામ આપશે.અને જેઓ તેમના આવવાની આતુરતા પૂર્વક રાહ જોવે છે તેઓ દરેકને પણ તે આપશે.
૯તિમોથી, મારી પાસે જલ્દી આવવાને પ્રયત્ન કર.
૧૦દેમાસ મને છોડીને થેસ્સાલોનિકા જતો રહ્યો છે, કેમ કે તે આ જગતના જીવનને ઘણો પ્રેમ કરે છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે, અને તિતસ દલ્માતિયામાં ગયો છે.
